બિગ બોસ ની 14 મી સિઝન તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. ખૂબ જ જલ્દી કરોડ દિલો નો ઇન્તજાર ખતમ થઇ જશે. બિગ બોસ ૧૪ ને જલ્દી જ તેના નવા વિજેતા મળી જશે. બિગ બોસ માં ઘણા મહિનાઓ સુધી પ્રતિયોગી બિગ બોસના ઘરમાં કેદ રહે છે. અને તેને તેના બદલામાં લાખો રૃપિયાનું ભુગતાન પણ કરવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને બિગ બોસના કેટલાક મોંઘા કન્ટેસ્ટન્ટ ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે એ જાણો છો કે બિગ બોસના કેટલાક મોંઘા પ્રતિયોગી કોણ રહ્યા હતા અને કોણ છે? ચાલો અમે તમને જણાવી એ.
રૂબીના દિલૈક :- બિગ બોસ 14 માં સતત રૂબીના દિલેક પ્રશંસા મેળવી રહી છે. તેમને આ સિઝનની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહી છે. મિડિયા તરફથી મળેલી જાણકારી મુજબ મેકર્સે રૂબીના ને પ્રતિ અઠવાડિયા ના હિસાબે પાંચ લાખ રૂપિયાની ફી આપી છે. ખાસ વાત એ છે કે રૂબીના આ હાલની સિઝનની સૌથી મોંઘી પ્રતિયોગી પણ છે. તમને જણાવી દઈએ કે રૂબિનાએ પોતાના પતિ અભિનવ શુક્લાની સાથે બિગ બોસ માં એન્ટ્રી લીધી હતી. જે કેટલાક દિવસો પહેલા આ શોમાંથી બહાર થઇ ચુક્યો છે.
ગોહર ખાન :- ટીવીની જાણીતી અભિનેત્રી અને ક્યારેક બિગ બોસ નો ભાગ રહી ચૂકેલી ગોહર ખાનને ૨૫ લાખ રૂપિયા પ્રતિ હપ્તા ના હિસાબે દેવામાં આવતા હતા.
રાહુલ વેદ :- રાહુલ વેદ સતત બિગ બોસ 14 માં પ્રશંસા મેળવી રહ્યો છે. વચ્ચે તેમણે કોઇ કારણોસર શો પણ છોડી દીધો હતો પરંતુ તે કેટલાક સમય પછી તરત જ પાછો આવતો રહ્યો હતો. મીડિયાના રિપોર્ટ મુજબ રાહુલ વેદને એક અઠવાડિયાના એક લાખ રૂપિયા નું ભુગતાન કરવામાં આવી રહ્યું છે.
સિદ્ધાર્થ શુક્લા :- ટીવી અને બિગ બોસની દુનિયાનો આ જાણીતું માનીતું નામ છે. આ વાતથી દરેક કોઈ વાકેફ છે કે સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13 ના વિજેતા રહી ચૂક્યા છે. બીગ બોસ તેમને ઘણી મોટી તગડી રકમ નું ભૂતાન કરતા હતા. જણાવવામાં આવે છે કે સિદ્ધાર્થ ને એક અઠવાડિયાના માટે ૩૨ લાખ રૂપિયા સુધી દેવામાં આવતા હતા.
હિના ખાન :- હિના ખાન પણ ક્યારેક બિગ બોસના ઘરમાં ધૂમ મચાવી ચૂકી છે. રિપોર્ટ મુજબ જણાવવામાં આવે છે કે હીનાને દર અઠવાડિયે 20 લાખ રૂપિયા મળતા હતા. હીના ને આ શોમાં ઘણી પ્રશંસા મળી હતી.
જેસમીન ભસીન :- પહેલા ટીવી સીરિયલ્સ અને ત્યાર બાદ બીગબોસ થી ફેમસ થયેલ અભિનેત્રી જસ્મીન ભસીન ને દર અઠવાડીયાના હિસાબથી ૧૩ લાખ રૂપિયા દેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે જેસમીન બિગ બોસ 14 નો હિસ્સો રહી ચૂકી છે. લાંબા સમય સુધી ઘરમાં રહ્યા પછી આગળ જતાં જસ્મીન ને બેઘર થવું પડ્યું હતું.