ભારતનો આ સૌથી વધારે શિક્ષિત વ્યક્તિ કમાય છે આટલું, જાણો શું કરે છે?

જાણવા જેવું

ભારતમાં જો શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. હાલના સમયમાં દરેક વ્યક્તિ પોતાના બાળકને ખૂબ જ વધારે શિક્ષિત જોવા માંગતો હોય છે.  વિશ્વમાં જોવા જઈએ તો ભારત શિક્ષણને લઈને સૌથી જાગૃત દેશ માનવામાં આવે છે.

તે ઉપરાંત વિશ્વમાં એક કરતાં વધારે ચડિયાતા શિક્ષિત લોકો જોવા મળે છે. જેમની પાસે ડીગ્રી ઘણી બધી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં રહેલા અને હિંદુસ્તાનમાં રહેલા સૌથી શિક્ષિત વ્યક્તિ કોણ છે? તેમની પાસે કેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમણે તેમણે પ્રાપ્ત કરેલી ડિગ્રીને કારણે તે વ્યક્તિનું નામ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.

તેમાં તેમણે મોસ્ટ ક્વોલીફાય  ઇન્ડિયન કેટેગરી અંતર્ગત તેમનું નામ નોંધવામાં આવ્યું છે. આજે પણ આ વ્યક્તિ દુનિયામાં નથી. પરંતુ આજે પણ તેના જેટલો ભારતમાં કોઈ બીજો શિક્ષિત વ્યક્તિ હયાત નથી. આ વ્યક્તિની વાત કરવામાં આવે તો આ વ્યક્તિનું નામ છે. શ્રીકાંત જયકર.

મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા નાગપુર જિલ્લામાં આ વ્યક્તિનો જન્મ ૧૪ સપ્ટેમ્બરના રોજ ૧૯૫૬ના વર્ષમાં થયો હતો. શ્રીકાંત  વ્યવસાયે રાજકારણી હતા. તેમણે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ કાઉન્સિલર બનીને રાજકારણની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે 25 વર્ષની ઉંમરે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા.

ત્યારબાદ તે ચૂંટણીમાં તેમણે જીત હાસિલ કરી હતી અને ત્યારબાદ તે ધારાસભ્ય બન્યા હતા. ત્યાર પછી તેમને ઘણી વાર મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં રાજ્ય સરકાર નહીં પરંતુ ત્યાર પછી તેમણે ભારતના સંસદની ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી પણ લડી હતી અને તેમાંથી હાંસલ કરી હતી અને ત્યાર પછી તેઓ ભારતના સાંસદ બન્યા હતા.

લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં જણાવવા જણાવવામાં આવ્યા પ્રમાણે તેમણે અલગ-અલગ 42 યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. આશરે ૨૦ જેટલી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. એ અભ્યાસ પ્રમાણે મોટાભાગની ડિગ્રી ફર્સ્ટ ક્લાસની હતી અને તેઓએ તેમાં ખૂબ જ વધારે મહેનત કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

તેની પાસે જોવા જઈએ તો મહત્વની ડિગ્રી જોવા જઈએ તો એમબીબીએસ, એલએલબી, એમ.બી.એ જર્નાલિઝમ સુધીની તેમની પાસે ડીગ્રી હતી. તેમણે આ સિવાય ઘણી વાર ઘણા વિષયો પર પીએચ.ડી કર્યું હતું. ઘણા અલગ-અલગ વિષયોને લઈને એમ.ફીલ અને એમ એ પણ કર્યું હતું.

શ્રીકાંત જયકર દેશની સૌથી અઘરામાં અઘરી યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી તેઓ આઇપીએસ બની ગયા હતા. જોકે તેણે થોડા સમય પછી જ આઇપીએસ ની પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આઇપીએસ માંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ફરીથી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવા લાગી ગયા હતા.

આ વખતે તેઓ યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ આઈએએસ બન્યા હતા. પરંતુ ચાર મહિના સુધી તરીકે કામ કરી અને ત્યાં પણ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી તેઓ રાજકારણમાં જોડાયા હતા. શ્રીકાંત વિશે એવું કહેવામાં આવે છે. કે તેમણે અભ્યાસના ખૂબ જ શોખ હતો અને તેમણે પોતાના ઘરમાંમોટી લાઈબ્રેરી બનાવી હતી.

તેમાં આશરે ૧ લાખથી વધારે પુસ્તકો રાખ્યા હતા. તેઓ અભ્યાસ સિવાય ફ્રી ટાઇમ માં પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, અભિનય, તેમજ અલગ અલગ સ્થળ મુલાકાત લઇ અને મુસાફરી કરવાનું પણ પસંદ કરતા હતા. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે એવું એક પણ વિષય હતો કે જેમના પર શ્રીકાંત કોઇ પણ ચર્ચા વિચારણા કરી શકે નહીં.

તે દરેક વિષય ઉપર પોતાનો અંગત વિચાર તથા અંગત સૂઝબૂઝ ધરાવતા હતા.  તેઓ લગભગ દરેક વિષયમાં નિપુણ હતા. તેમણે 50 વર્ષની ઉંમરમાં એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. તેમને પ્રાપ્ત કરેલી ડિગ્રીને કારણે આજ સુધી એવો ભારતમાં સૌથી વધારે ભણેલા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આજ સુધી તેમના જેટલી કોઈએ પ્રાપ્ત કરી નથી.