ભાંગનું સેવન કરવાથી નશો ચડી જતો હોય છે જે લાંબા સમય સુધી રહે છે. જો તમને ભાંગ પીવાથી નશો ચડી જાય તો તેને ઉતારવા માટે નીચે જણાવેલા ઉપાયો કરીને તમે ભાંગનો નશો ઉતારી શકો છો. આ ઉપાયોને કરવાથી ભાંગનો નશો એકદમ ઉતરી જશે. હકીકતમાં ભાંગ એવી વસ્તુ છે તેનો નશો બે દિવસ સુધી રહે છે.
મહા શિવરાત્રિ અને હોળીના અવસર પર ઘણા લોકો ભાંગનું સેવન જરૂરથી કરતા હોય છે. જેના કારણે તેમને નશો ચડી જતો હોય છે, જે લાંબા સમય સુધી રહે છે. તો ચાલો જાણીએ નશો ઉતારવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો.
ખાટી વસ્તુઓ :- ખાટી વસ્તુ ખાવાથી નશો જલદી ઊતરી જાય છે. એટલા માટે તમે નશો ચડી જાય તો ખાટી વસ્તુ નું સેવન કરી લો. તમે ઈચ્છો તો લીંબુ પાણી પણ પી શકો છો અથવા તો આંબલીનું પાણી પણ પી શકો છો, આ વસ્તુ ખાવાથી ભાંગનો નશો જલ્દી ઉતરી જાય છે.
આવી રીતે તૈયાર કરો લીંબુનો રસ :- ૧ લીંબુ ને કાપી ને તેનો રસ કાઢી લો. તેમાં પાણી ભેળવી દો. તમે ઈચ્છો તો થોડું નમક પણ નાખી શકો છો. પરંતુ આ પાણીમાં ખાંડ ન નાખો, તેની સિવાય તમે ઈચ્છો તો લીંબુનો રસ એક ચમચી માં નાખીને પણ પી શકો છો.
ગરમ પાણી પીવો :- ભાંગ પીવાથી નશો ચડી જાય તો સરસવનું તેલ થોડુંક ગરમ કરીને તમારા કાનમાં નાખી દો. આ તેલ કાનમાં નાખો. કાનમાં તેલ નાખવાથી નશો ઉતરી જશે. અને આરામ મળશે. સાથે જ હળવું ગરમ પાણી પણ પી લો.
દેશી ઘી ખાઈ લો :- નશો ઉતારવા માટે દેશી ઘી નું સેવન પણ કરી શકાય છે. દેશી ઘી ખાવાથી પણ નશામાંથી આરામ મળી જાય છે. બે ત્રણ ચમચી દેશી ઘી ને ગરમ કરી લો. પછી તેને પી લો. દિવસમાં બે-ત્રણ વાર તેનું સેવન કરો. તમને આરામ પહોંચે છે અને નશો જલદી ઊતરી જશે. બસ આ વાતનું ધ્યાન રાખો કે તમે માત્ર શુદ્ધ ઘી નું જ સેવન કરો.
દાળ ખાઈ લો :- અડદ ની કાચી દાળ ને પીસીને તેનું પાણી કાઢી લો. પછી તે પાણીને પી લો. પાણી પીવાથી નશો ઉતરી જશે અને આરામ મળે છે.
ચણા ખાઓ :- શેકેલા ચણા ખાવાથી ભાંગનો નશો ઉતારવા લાગે છે. ભાંગ ખાધા પછી શેકેલા ચણા ખાઈ લો. નશો તેની રીતે જ ઓછો થવા લાગશે. તેની સિવાય તમે ઈચ્છો તો સંતરાનું સેવન પણ કરી શકો છો. સંતરા ખાવાથી પણ આરામ મળે છે અને નશો જલદી ઊતરી જાય છે.
કરો આદુનું સેવન :- થોડુંક આદુ લઈને તેને પીસી લો. પછી તેને મોઢામાં નાખીને ખાઈ લ્યો. ત્યારબાદ આદુનો રસ કાઢીને તેને પી લો. તેની સિવાય આદુની ચા પણ પી શકાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment