આ જગ્યા પર ભગવાનની વિરુદ્ધ દાખલ થાય છે ફરિયાદ, દલીલ સાંભળવા માટે છે અલગ કોર્ટ, આરોપો સાંભળીને પછી આપવામાં આવે છે સજા…

ધાર્મિક

એવું કહેવામાં આવે છે કે માણસ જયારે પણ કોઈ પરેશાનીમાં હોય છે તો તે ભગવાનને યાદ કરે છે અને એની પાસે મદદ માંગે છે. આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે ભગવાનને પ્રાર્થના કરવી ખુબ જ જરૂરી છે, જેના વગર કદાચ આપણે રહી શકતા નથી.

સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન પણ જો દિલથી કોઈ માણસ બોલાવે તો એની જરૂર સાંભળે છે. પરંતુ ઘણી વાર એવું થાય છે કે ભગવાન પણ આપની વાતને નથી સાંભળતા. જેનાથી માણસ નારાજ થઇ જાય છે અને ભગવાનને સંભળાવવા લાગે છે.

સાચી સમજણ અને આશય સાથે પ્રાર્થના કરવામાં આવે તો સારા પરિણામ પણ પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમથી એક એવી જગ્યાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ભગવાનની સામે પણ ફરિયાદ દાખલ કરાવી શકો છો.

અમે તમને જણાવી દઈએ કે ભગવાન સામે કોઈ પણ દલીલ સાંભળવા માટે કોર્ટ અહિયાં છે. અને ભગવાન પર લાગેલા અપરાધોને સાંભળવામાં આવે છે. ચોંકાવવા વાળી વાત તો એ છે કે ભગવાન પર આરોપ સાબિત થઇ ગયા પછી એને પણ સજા આપવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ સજામાં મંદિરથી નિષ્કાષિત કરવાને લઈને મૃત્યુદંડ સુધીની સજાનું પ્રાવધાન છે. આ અજીબ પ્રકારનું મંદિર છત્તીસગઢના વસેલા જીલ્લા સ્થિત કેશ્કાલ નગર સ્થિત છે. જેને ભંગારામ દેવીનું મંદિર કહેવામાં આવે છે.

અમે તમને જણાવી દઈએ કે આ અનોખા મંદિરમાં દર વર્ષે ભાદરવામાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વિસ્તારના નવ પરગનાના ૫૫ ગામોમાં સ્થાપિત મંદિરોની હજારો દેવી-દેવતાઓની આરાધના કરવામાં આવે છે.

દરેક વર્ષે આયોજિત થતી આ કોર્ટમાં લોકો એમના ભગવાનને અહિયાં રજુ કરે છે. અહિયાં આવેલા લોકો ભંગરામ દેવીને ફરિયાદ કરે છે કે એને ન્યાય મળે. એના પછી ભંગરામ દેવીના પુજારી બેભાન થઇ જાય છે.

એવું કહેવામાં આવે છે કે અહિયાં માતાની આત્મા પૂજારીની અંદર પ્રવેશ કરે છે. જેના પછી તે પુજારી દ્વારા લોકોનો ફેસલો સંભળાવે છે. અમે તમને વધારે જણાવી દઈએ કે અહિયાં પર ભગવાનને મૃત્યુ દંડ દેવા પર એની મૂર્તિને ખંડિત કરવામાં આવે છે.