ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવે તો તેમને વાંસળી અને મોરપીછ જતી રહે છે. તેને કારણે તેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કરેલું છે. ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે મોરપીંછ ને પોતાના ઘરે રાખતા હોય છે. પરંતુ મોરપીંછ રાખવાથી ફક્ત શોભા વધતી નથી.
પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમના ઘરમાં ઘણા બધા ફાયદા થાય છે. મોરપીંછ તમને ખરાબ નજર તેમજ ગ્રહોની કુદ્રષ્ટિ થી, તેમજ ગ્રહોના દોષ થી છુટકારો પ્રાપ્ત કરાવશે. ચાલો જોઈએ મોરપીછ ના રાખવાથી આપણા ઉપર કયા કયા પ્રભાવ પડે છે.
ગ્રહોની દોષમાંથી મુક્તિ મળશે :- મોરપીછ હાથમાં લઈને 21 વાર કોઈપણ ગ્રહનો મંત્ર જાપ કરવામાં આવે અને ત્યારબાદ તેમાં પાણી છાંટવામાં આવે તો તે ગ્રહમાંથી ગ્રહની દશામાંથી તે વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જો મોરપીંછ ને યોગ્ય જગ્યાએ રાખી મૂકવામાં આવે છે.
તેના કારણે કોઇપણ વ્યક્તિની તમારા ઘર પર ખરાબ નજર પડતી હોય તો મોરપીછ ના કારણે તે નકારાત્મક શક્તિઓની અસર તમારા ઘર ઉપર પડતી નથી.તે ઉપરાંત ગ્રહોના દુષ્પ્રભાવથી પણ ઝડપથી મુક્તિ મળે છે.
વાસ્તુદોષ દૂર કરે છે :- ઘણા લોકો વાસ્તુદોષ થવાના લીધે હંમેશા પરેશાન રહેતા હોય છે. એટલા માટે વાસ્તુ દોષ માંથી છુટકારો પ્રાપ્ત કરવા માટે ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણા વચ્ચે મોરપીછ રાખી દેવું. એટલે ઘરની ઇશાન દિશામાં ભગવાન શ્રી કૃષ્ણની તસ્વીર પણ રાખવી અને સાથે મોરપિચ્છ પણ રાખવું. આમ કરવાથી ઘરમાં કોઇપણ પ્રકારનો વાસ્તુદોષ હશે. તો તે વાસ્તુ દોષ દૂર થશે.
ખરાબ નજરથી રક્ષણ આપે છે :- જ્યારે બાળકો અચાનક રડવા લાગે છે કંઈ પણ ખાતા નથી, કંઈ પણ પીતા નથી અને ધીમે ધીમે તે બીમાર પડવા લાગે છે. ત્યારે ઘણા લોકો એવું માનતા હોય છે કે તેમની કોઈની નજર લાગી ગઇ હોય છે.
આવી પરિસ્થિતિમાં બાળકોને કોઇ પણ વ્યક્તિને ખરાબ નજરથી બચાવવા માટે મોરપીંછનું એક તાવીજ બનાવી લેવું. ત્યાર બાદ તાવ્વીજ બાળકના ગળામાં પહેરાવી દેવું. તેના કારણે બાળકો પર કોઇપણ પ્રકારની ખરાબ અસર થતી નથી.
બાળકોની જીદ ઓછી કરે છે :- ઘણા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે. તે પોતાની વાત હંમેશા દરેક વ્યક્તિ પાસે મનાવતા હોય છે. તેવામાં બાળકોની જીદ યોગ્ય હોય કે અયોગ્ય હોય તેના માતા-પિતાને તે તેમની દરેક જીદ પુરી કરવી પડતી હોય છે.
તેવી પરિસ્થિતિમાં ઘરની ઉપર પંખામાં મોરપીંછ લગાવી દેવું અથવા મોરપીંછ ની મદદથી બાળકને હવા ખવડાવવી. આ ઉપાય કરવાથી બાળકના સ્વભાવમાં ખૂબ જ ઓછા સમયમાં પરિવર્તન આવશે. બાળક ખોટી જીદ કરશે નહીં.
આર્થિક ધન પ્રાપ્તિ માટે :- જો કોઈપણ વ્યક્તિને પૈસા ને લગતી વધારે પડતી સમસ્યા હોય તો આર્થિક ધન પ્રાપ્તિ માટે કોઈપણ કૃષ્ણ મંદિરમાં જઈ અને મોરપીંછને કૃષ્ણના મુકુટ ઉપર લગાવી દેવો. ૪૦ દિવસ પછી તે મોરપીંછ ની જગ્યાએ બીજું એક મોરપીચ્છ ત્યાં લગાવી દેવું.
પહેલાનું મોરપીંછ ઘરે લાવી અને તમારા ઘરની તિજોરીમાં રાખી લેવું. તેનાથી આર્થિક ધનપ્રાપ્તિ થશે. તથા ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થી તમને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં.
ઘરમાંથી નકારાત્મક અસર દૂર કરવા માટે :- ઘરમાંથી નકારાત્મક અસર દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર પાંચ મોરપીંછ લગાવવા. તેની નીચે ઓમ દ્વારપાલય નમઃ જાગ્રત સ્થાપત્ય સ્વાહા!!! આવો મંત્ર લખી અને ભગવાન ગણેશની પ્રતિમા મુખ્ય દ્વાર ઉપર લગાવવી. પ્રતિમા ની જગ્યાએ ભગવાન ગણેશની કોઈપણ તસવીર પણ લગાવી શકો છો. આમ કરવાથી ઘરનું વાતાવરણ હંમેશાં સકારાત્મક રહેશે.