અમે બંને પતિ-પત્ની નોકરીના કારણે અલગ શહેરમાં રહીએ છીએ. મારા પતિ ફક્ત મહિનામાં બે વાર જ આવે છે, એક દિવસ એવું બન્યુ..

સહિયર

શારી-રિક સબંધ કે કોઈ મુંજવણ માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- હું ૪૨ વર્ષની છું અને મારું માસિક અનિયમિત આવે છે. થોડા દિવસો પહેલાં છાતી અને પીઠમાં ડાબી બાજુ દુખાવો શરૂ થયો હતો. ડોક્ટરને બતાવ્યા પછી ઈ.સી.જી. કરાવ્યો અને કહ્યું કે આઇ.એચ.ડી. સાથે એલ.બી.બી.બી. પણ છે.

ત્યારથી એની દવાઓ પણ લવ છું, પરંતુ આઈ.એચ.ડી. અને એલ.બી.બી.બી. એટલે શું થાય અને તે કેવી રીતે દૂર થઇ શકે. તે વિશે હું જાણતી નથી. શું માસિકની અનિયમિતતા સાથે કોઈ સંબંધ છે ખરો? મને યોગ્ય ઉકેલ જણાવવા વિનંતી.

જવાબ :- આઈ.એચ.ડી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ કહેવાય છે અને એલ.બી.બી.બી. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક નામની હૃદયરોગની એક ટેક્નિક છે. જેનું માસિક સાથે કોઈ લેવાદેવા નથી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ હૃદયના સ્નાયુઓને પોષણ પૂરું પાડનારી ધમનીઓમાં સંકોચન થાય ત્યારે ઉદ્ભવે છે. જેના કારણે એન્જાઈનાનો દુખાવો થઈ શકે છે

અને જો વધારે ધ્યાન ન રાખવામાં આવે તો હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. આ રોગ માંથી છુટકારો મેળવવા માટે કોઈ હૃદયરોગ નિષ્ણાત પાસે તમારું સંપૂર્ણ ચેકઅપ કરાવો, જેથી રોગની ગંભીરતા વિશે બરાબર જાણી શકાય.

યોગ્ય સારવાર માટે તમારે તમારી જીવનશૈલી બદલવા પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. ખાવાપીવામાં જરૂરી ફેરફાર પણ કરવો અને હૃદયની અવસ્થા ધ્યાનમાં રાખીને શારીરિક કસરત કરવી યોગ્ય રહેશે.

સવાલ :- મારી ઉંમર ૩૫ વર્ષની છે મારા લગ્ન ચુક્યા છે. અમે બંને પતિ પત્ની નોકરીના કારણે અલગ અલગ શહેરમાં રહીએ છીએ. મારા પતિ ફક્ત મહિને બે વાર જ આવી શકે છે. આ દરમિયાન એક દિવસ એક ગંભીર ઘટના બની, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહતું.

મારા પતિની ગેરહાજરીમાં એમના એક મિત્રએ અમારા ઘરે આવીને મારી સાથે જબરદસ્તી કરી. પરંતુ મેં મારા પતિને જણાવ્યું નથી. શું એને ખબર પડી જશે. હું ત્યારથી ઘણી દુ:ખી છું. મારા મનમાં વારંવાર બે પ્રકારની શંકા ના વિચાર આવે છે. એવા વિચાર આવે છે કે ક્યાંક આ દુર્ઘટનાના કારણે મને એઇડ્સની બીમારી તો નહિ થાય ને?

અને બીજો વિચાર એ કે શું મારે આ અંગે મારા પતિને તમામ વાત જણાવી દેવી જોઈએ. હું મારા પતિને આ વાત જણાવીશ તો   મારું ઘર તૂટી તો નહિ જાય. આમ તો હું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું અને આ ઘટનાને લગભગ એક વર્ષથી વધારે થઇ ગયું છે.

જવાબ :- આ તમારી સાથે એક જ વાર દુર્ઘટના બની છે. એટલા માટે એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ ઘણું ઓછું છે. તેમ છતાં તમારી શંકાનું સમાધાન કરવા માટે તમે કોઈ મોટા સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ દવાખાનાની લેબોરેટરીમાં જઈને એચ.આઈ.વી.નો ટેસ્ટ કરાવી લો.

આ તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવશે. એનું પરિણામ તમને એજ દિવસે કે બીજા દિવસે મળી જશે. પરંતુ હવે તમારે તમારી સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા પડશે, જેથી બીજીવાર આવી ઘટના ન બની શકે.

જો તમારા પતિની અને બાળકો ન હોય ત્યારે કોઈ પારકો પુરુષ તમારા ઘરે આવે તો એને અંદર જ આવવા ન દેવા. હવે આ દુર્ઘટનાને ઘણો સમય થઈ ગયો છે એટલે એને એક ખરાબ સપનું માનીને ભૂલી જાવ.