આ દેશમાં બાળક પેદા કરવા માટે ચલાવવામાં આવે છે અનોખા અભિયાનો અને આપવામાં આવે છે સ્પેશિયલ રજા…

સહિયર

મોટા ભાગના દેશોમાં લોકોની સરેરાશ આયુ વધી રહી છે અને બાળકોનો જન્મદર ઘટી રહ્યો છે. વસ્તી નું પ્રમાણ જાળવી શકાય તેટલા બાળકો પેદા ના થવાની સમસ્યા ઊભી થઈ છે. ઘણા વિકસિત દેશોમાં જન્મદર ઘટી ગયો છે. દેશમાં ઘટી રહેલા જન્મદરથી સરકાર ચિંતિત રહે છે.

વસ્તીના આ અસંતુલનની અસર વિકાસશીલ દેશોને પણ થવા લાગી છે. જીવનધોરણ અને બાળકોની સંખ્યાની બાબતમાં  અમુક દેશો ની સ્થિતિ સારી છે. ઘણા દેશોમાં વધુ સંતાનોના જન્મ માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવા ઘણી જાહેરાતો કરી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણા દેશોની સરકાર આ મામલે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. અમે તમને જણાવી દઈએ કે સ્પાઇસ ટ્રાવેલ્સ નામની એક કંપની દ્વારા બાળક પેદા કરવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન જાણવા મળ્યું છે કે ડેનમાર્કમાં રહેતા મોટાભાગના લોકો રજાઓ દરમિયાન સં@ભોગ નો આનંદ કરતા હોય છે.

રજાના દિવસોમાં ત્યા રહેતા ઘણા લોકો સરેરાશ કરતા ૪૬% વધારે સં@ભોગ કરે છે. એટલું જ નહીં, આ સંશોધન મુજબ ડેનિશ લોકો એમના બાળકો માંથી ૧૦% બાળકો ઘરની બહાર અને રજાઓ દરમિયાન જ પેદા કરે છે.

વર્ષ ૨૦૧૪ માં, આ સંશોધન વાળી કંપનીએ ઘરની બહાર ગર્ભવતી થવા માંગતા યુગલો માટે ખાસ ઓફર આપી હતી. જયારે રજાઓ હોય તે દરમિયાન સ્ત્રીઓને ૩ વર્ષથી બાળકો સંબંધિત ફ્રીમાં ઉત્પાદનો આપવામાં આવતી હતી.

અમે તમને જણાવી દઈએ કે ડેનમાર્કમાં જન્મ દર વધારવા માટે અમુક અનોખા અભિયાનો ચાલી રહ્યા છે. ત્યારે ત્યાના રહેવાસીઓને વધારે બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે માટે ડેનમાર્કના કેમ્પનું રાષ્ટ્રીય ટીવી પર પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે.

ત્યાની સ્પાઇસ ટ્રાવેલ કંપનીએ આ અનોખા અભિયાન અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં એક મોટી ઉંમરની મહિલાઓ જે તેની પૌત્રી વિશેની અમુક કલ્પનાઓમાં ખોવાઈ જાય છે, અને તે ડેનિશ ના રહેવાસીઓને અપીલ કરે છે કે તે ડેનમાર્ક દેશના ફાયદા માટે વધારે બાળકો પેદા કરે અને તેમના દેશને એક વૃદ્ધ દેશ થતા બચાવે.

આ વિડિયો ચર્ચામાં આવ્યા પછી કોપનહેગન શહેર દ્વારા પણ તેની એક ઝુંબેશ બહાર પાડવામાં આવી હતી. તેના નાગરિકોને આ અભિયાનમાં તેમની પ્રજનન ક્ષમતા વિશે વિચાર કરવા વિશે વાત કરવામાં આવી છે.

ડેનિશ રાષ્ટ્રીય ટીવી પર પ્રસારણમાં ‘સ્ક્રુ ફોર ડેનમાર્ક’ નું શીર્ષક સાથે આ કાર્યક્રમને દેશના દરેક લોકો માટે પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અભિયાનોને કારણે ગયા વર્ષ કરતા આ વર્ષે ઉનાળામાં ડેનમાર્કમાં ૧૨૦૦ થી વધારે બાળકો પેદા કરવામાં આવ્યા હતા.

કોપનહેગન શહેરના આરોગ્ય વિભાગના ડેપ્યુટી મેનેજર નીના થોમસે એવું કહ્યું હતું કે આ મુદ્દા પર ખુબ જ ટૂંકા સમયમાં ઘણા બધા અભિયાનો શરૂ કરવા માટે મને થોડું આશ્ચર્યજનક લાગતું હતું, પરંતુ આ અભિયાનો દ્વારા લોકો પર ચોક્કસપણે હકારાત્મક અસર થઇ છે.