‘બાહુબલી 2’નો 6 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, પઠાણ 1000 કરોડની નજીક પહોચ્યો

ફિલ્મી દુનિયા

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ગયા મહિને 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે બોક્સ ઓફિસ પર એક પછી એક ઘણા રેકોર્ડ બનાવ્યા છે.પઠાણે હવે પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

આ સાથે જ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન પણ 1000 કરોડના આંકડાને સ્પર્શવાની ખૂબ નજીક પહોંચી ગયું છે.પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન જોઈને ચાહકો દંગ રહી ગયા છે.આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.લાંબા સમય બાદ બોલિવૂડની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર આટલું સારું પ્રદર્શન કરી રહી છે.શાહરૂખ ખાનની આ એક્શન ફિલ્મ બાદ બોલિવૂડ ફરી પાટા પર આવી ગયું છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અત્યાર સુધી બાહુબલી 2 એ હિન્દી માર્કેટમાં સૌથી વધુ 511 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જે બાદ અબ પઠાણે રિલીઝના 26 દિવસ બાદ 5.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.ફિલ્મે તેની રિલીઝના 26માં દિવસે રવિવારે ભારતમાં જ 3-4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.આ સાથે જો ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો તે પણ 1000 કરોડને સ્પર્શવાની ખૂબ નજીક છે.આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 988 કરોડનું કલેક્શન કર્યું છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે રિલીઝ થયા બાદ હવે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. કમાણીના મામલામાં પઠાણે અત્યાર સુધીની લગભગ તમામ બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.શાહરૂખ ખાન પઠાણ સાથે લગભગ 4 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે.