‘બચપન કા પ્યાર’ સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહેલું, જે હકીકતમાં ૨ વર્ષ પહેલા યુટ્યુબ પર મુકવામાં આવ્યું હતું, જાણો હકીકત..

મનોરંજન

મિત્રો તમે પણ સોશિયલ મીડિયા ઉપર ગીત ગાતો બાળક જોયો જ હશે. વાયરલ થયેલા આ વીડિયો માં બાળક “જાનુ મેરી જાને મન બચપન કા પ્યાર ભૂલ નહિ જાના” નું ગીત ગાઈ રહ્યો છે.

આ બાળક છતીસગઢ નું છે અને તેની ઉંમર સાત વર્ષની છે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા આ બાળક નું નામ સહદેવ છે. આ બાળક એટલું બધું પ્રખ્યાત થઈ ગયો હતો કે છત્તીસગઢના મુખ્ય મંત્રી એ તેનું સન્માન કર્યું હતું.

બાળકે ગાવેલા આ ગીત ઉપર સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં રિલસ બન્યા હતા, જેમાં ઘણા સેલિબ્રિટીઓએ પણ બનાવ્યા હતા. ત્યારે આ ગીતને મુખ્ય રચનાઓ હાલોલ શહેરના લોક ગાયક કમલેશ બારોટ એ કરી છે.

તમે એ વાતની જાણ નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ગુજરાતના પ્રખ્યાત ટીમલી સ્ટાર કમલેશ બારોટ દ્વારા વર્ષ 2017 માં ના ગીત નું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને વર્ષ 2018 માં તેને youtube ઉપર મુકવામાં આવ્યું હતું.

પરંતુ તે સમયે તેને લોકચાહના મળી હતી પરંતુ જ્યારથી સહદેવે આ ગીત ગાયું છે ત્યારે આ ગીતને લોક ચાહના મળી ગઈ છે. ત્યારે ગુજરાતી લોક ગાયકે પણ આ બાળકની તારીફ કરી હતી અને તેનો આભાર માન્યો હતો.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ સહદેવ દીરડાને સન્માનિત કર્યો હતો, જેમણે 2019 ના ગીત બચપન કા પ્યારનું નવું વર્ઝન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

અમે તમને જણાવી દઈએ કે છત્તીસગઢ નો આ નાનો છોકરો બચપન કા પ્યારગીત ગાઈને એક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયો છે. મીમ્સ અને રીલ્સ સિવાય, બચપન કા પ્યાર નો ટ્રેન્ડ સમગ્ર ઇન્ટરનેટ પર હાવી છે, જેમાં ઘણા સેલેબ્સ પણ સપોર્ટ કરી રહ્યા છે.

ભૂપેશ બઘેલ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો ને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 3 લાખ થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં મુખ્યમંત્રીએ લખ્યું, બચપન કા પ્યાર, વાહ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સહદેવ ડીરડો સીએમ સાથે ઉભા છે અને બાળપણના પ્રેમનું ગીત ગાતા જોવા મળે છે.