લગભગ દરેક લોકોને તરબૂચ ખુબ જ પસંદ હોય છે. તરબૂચ ખાવાના ફાયદા પણ ઘણા થાય છે. પરંતુ નકલી તરબૂચ નું સેવન ઘણી વાર નુકશાનકારક પણ થાય શકે છે. આજકાલ તરબૂચ ને પકવવા માટે ઈન્જેકશન નો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ઘણા લોકો બીમારીના શિકાર બની જાય છે.
આપણે ઘણી વાર વિચાર કરીએ કે અસલી તરબૂચ ની ઓળખ કેવી રીતે કરવામાં આવે, જેથી સ્વાસ્થ્ય અને સ્વાદ બંને સારું રહે. આજે અમે તમને ૫ એવી રીત જણાવીશું, જેનાથી તમે ખરાબ અને અસલી તરબૂચ ની વચ્ચે ઓળખ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ અમુક ટીપ્સ વિશે..
તરબુચના પીળા રંગથી થઇ જાવ સાવધાન :- તરબૂચ બહારથી પીળુ હોય તો તેમાં નાઇટ્રેટ નામનું તત્વ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. તે શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. જો તરબૂચ કટ કર્યા બાદ તેમાંથી સફેદ રંગની ફીણ જેવું નીકળે તો તે ભૂલથી પણ ખાવું નહીં.
ના ખરીદવું છેદ (કાણા) વાળું તરબૂચ :- મોટાભાગના લોકો ને લાગે છે કે ફળ અને શાકભાજી માં રહેલા કાણા કીડા મકોડા એ કરેલા હોય છે, જયારે આ ધારણા પૂરી રીતે ખોટી છે. હકીકત માં તરબૂચ ને પકાવવા અને લાલ કરવા માટે એમાં હોર્મોન્સ ને ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેના કારણે તરબૂચ માં છેદ (કાણું) થઇ જાય છે.
તરબૂચ વજનમાં હોવું જોઈએ ભારે :- અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે ધ્યાન રાખવું કે તરબૂચ ને હંમેશા ઉઠાવીને જોવું. જો તરબૂચ વજનમાં હળવું હોય તો એને ન ખરીદવું, હળવું તરબૂચ હંમેશા ઇન્જેક્શન થી તૈયાર કરેલું હોય છે. સામાન્ય રીતે પાણીથી ભરેલું ફળ ક્યારેય હળવું નથી હોતું એટલે માટે હંમેશા ભારે તરબૂચ જ ખરીદવું.
લીલું અને ચમક વાળું તરબૂચ ખરીદવું :- નેચરલ રીતે ઉગતું તરબૂચ બહારથી તાજું અને શાઈનીંગ હશે, એટલા માટે ક્યારેય પણ દાગ ધબ્બા વાળું તરબૂચ ન ખરીદવું, બની શકે છે તે મીઠું ન હોય અને કાચું નીકળે.
તરબૂચ ના ટુકડાને નાખવા પાણીમાં :- અસલી અને નકલી તરબૂચ ની ઓળખ કરવા માટે તરબૂચ ના એક ટુકડા ને પાણીના ગ્લાસ માં નાખી દેવા, જો તરબૂચ અસલી હશે તો પાણી એમનો રંગ નહિ બદલે અને નકલી તરબૂચ વાળું પાણીનો રંગ હળવો ગુલાબી થઈ જશે.