આપણને ઘણી વાર આપણા વડીલો કહેતા હોય છે કે આવું કરવાથી અપશુકન થાય છે અને આવું ન કરવું જોઈએ. ખરાબ શુકન થવાના કારણે ઘણું નુકશાન ભોગવવું પડે છે. બિલાડી રસ્તો કાપે એટલે કે આપણે ક્યાંક જતા હોય ત્યારે વચ્ચેથી બિલાડી રસ્તો કાપીને જાય અથવા દૂધ નીચે ઢોળાઈ જાય.
આપણાં વડીલોએ આપણને ઘણી એવી વાતો જણાવી છે કે તેનો કોઈ પણ વૈજ્ઞાનિક આધાર હોતો નથી. પરંતુ આવી માન્યતાઓ જૂના સમયથી ચાલતી આવી છે, તેનો ઘણા લોકો આજ સુધી તેમનું પાલન કરતા આવી રહ્યા છે. આજે અમે તમને જણાવી દઈએ એવી અમુક બાબતો, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એવી જ કેટલીક બાબતો જેને ખરાબ શુકન તરીકે કહેવામાં આવે છે.
માન્યતા મુજબ અમે તમને જણાવી દઈએ કે જો સવારમાં ડોલ ખાલી જોવા મળે તો તે ખરાબ શુકન ગણાય છે. જેનાથી કાર્યો પર અવરોધ આવે છે. એવું કહેવામાં આવે છે કે બાથરૂમમાં રાખવામાં આવેલી ડોલ હંમેશા ભરેલી હોવી જોઈએ.
એવું કહેવામાં આવે છે કે દૂધને ગરમ કરવામાં આવે ત્યારે તનો ઉફાણો આવીને નીચે પડે તો તે સારું ગણાય છે. પરંતુ જો તે જમીન પર ઢોળાઈ જાય તો અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આવું થાય તો તે અકસ્માત કે કોઈ પ્રકારના નુકસાનની નિશાની હોય છે.
કાચ તૂટવો ખુબજ અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તૂટેલા અરીસામાં મોઢું જોવામાં આવે તો તે સારું નથી, જેથી નકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે. આ પ્રકારનો અરીસો ઘરે રાખવો ન જોઈએ. તે ઘરમાં અશુભતા લાવે છે.
સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો જોઈએ. સાથે જ તેને પાર કરીને ન જવું જોઇએ. જો એવું કરવામાં આવે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. સાંજના સમયે સાવરણી લગાવી એટલે કે સાફ સફાઈ કરવી પણ સારું માનવામાં આવતું નથી.
માન્યતા છે કે જો કોઈ શુભ કાર્ય કરતા પહેલાં અથવા ઘર છોડતા પહેલા જો કોઈને છીંક ખાય તો તે સારું માનવામાં આવતું નથી. જો આવું થાય તો તમારે પાણી પીધા પછી ઘર છોડવું જોઈએ અથવા ઘરની અંદર પાછુ જવું જોઈએ.
ઘરમાં કરોળિયાની જાળ હોવી તે સારી હોતી નથી. એવું કહેવાય છે કે ઘરે ચમગાદડો પણ સારા હોતા નથી. તેમજ ઘાયલ અથવા મૃત્યુ પક્ષીના ઘરે આવવું પણ ખરાબ શુકન માનવામાં આવે છે.
જો બિલાડી તમારો રસ્તો ક્રોસ કરે તો તેને ખુબજ અપશુકન કહેવામાં આવે છે અને તેને રસ્તો ઓળંગવો ન જોઈએ. તે અપ્રિય ઘટનાનું નિશાન માનવામાં આવે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment