વર્ષ ૨૦૨૦ માં આ શો અનુપમા શરુ થયો હતો, અત્યારે આ શો ટીઆરપી લિસ્ટમાં ધમાલ કરી રહ્યો છે. આ સિરિયલ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. સુધાંશુ પાંડે અને રૂપા ગાંગુલી આ શોના મુખ્ય પાત્ર છે. સુધાંશુ પાંડે જ્યાં વનરાજ રૂપાલી અનુપમા ના પાત્ર ભજવે છે. શો એ ખૂબ જ ઓછા સમયમાં મોટી સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અને દરેક ટીવી ધારાવાહિકોને ખુબ જ પાછળ મૂકી દીધા છે.
શોમાં એક મહિલા અને તેના જીવનમાં સૌથી મહત્વ વ્યક્તિ એટલે કે પતિ અને બાળકો ની કહાની દર્શાવવામાં આવી છે. આજે તમને શોના એ બધા પાત્રને મળતી દરેક એપિસોડ ની ફિસ વિશે જણાવીશું.
રૂપાલી ગાંગુલી :- રૂપાલી ગાંગુલી અનુપમા શોની સૌથી વધારે પસંદ દિદા કલાકાર છે. જે શોમાં અનુપમાના પાત્રમાં જોવા મળે છે, શોમાં એનું નામ અને શોનું નામ એક જ છે. તે કેન્દ્ર બિંદુ પણ છે. આ સાથે અમે તમને જણાવી દઈએ તો આ શોની સૌથી વધારે ફીસ લેતી કલાકાર છે. રૂપાલી ને અન્ય કલાકારો કરતા વધારે ફીસ મળે છે. અમે તમને જણાવી દઈએ કે રૂપાલી ને શો ના મેકર્સ એક એપિસોડના ૬૦૦૦૦ રૂપિયા આપે છે.
સુધાંશુ પાંડે :- સુધાંશુ પાંડે નું કામ પણ દર્શકોને ઘણું પસંદ છે. અનુપમા શો માં સુધાંશુ પાંડેના પાત્રનું નામ વનરાજ છે. વનરાજની ભૂમિકા અનુપમાનો પતિની જોવા મળે છે, તે અનુપમા શો માં સૌથી વધારે ફીસ લેતા કલાકાર માંથી બીજા નંબર પર છે. જાણકારી મુજબ એક એપિસોડના ૫૦ હજાર તેને મળે છે.
પારસ કલનાવત :- પારસ કલનવત અનુપમા શોમાં મહત્વનો ભાગ છે. જાણકારી પ્રમાણે પારસ કલનવત ને એક એપિસોડના ૩૫૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. અનુપમા પારસ કરણાવત સમન્વય હોય છે, હાલમાં જ પારસે એમના પિતાને ગુમાવતા પોતાના પિતાને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
મદાલસા શર્મા :- મદાલસા આ શોમાં કાવ્યા ની ભૂમિકામાં છે. મદાલસા શર્મા હિન્દી ફિલ્મના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ છે. મદાલસા શર્માના લગ્ન મિથુનના મોટા પુત્ર મહાક્ષય સાથે થયા છે. મદાલસા શર્મા અનુપમા શો નો મુખ્ય રોલ પ્લે કરે છે. મદાલસાના ફ્રેન્ડ ફોલોઈંગ પણ ઘણા છે અને ચાહકો તેના કામને પણ ખુબ જ પસંદ કરે છે. મદાલસા ને એપિસોડ ૩૦૦૦૦ રૂપિયા મળે છે.
મુસ્કાન બામને :- મુસ્કાન બામને પણ અનુપમા શો નો ખાસ ભાગ ગણાય છે મુસ્કાન ની ફીસ ની વાત કરવામાં આવે તો તેને એક એપિસોડના ૨૭૦૦૦ રૂપિયા મળે છે. મુસ્કાનની અન્ય કલાકારોની તુલનામાં થોડી ઓછી ફીસ છે.