અનુપમા પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી ચૂકી છે અને બીજા નંબરે આવી છે. આ સિવાય આ વખતે ઘણા ફેવરિટ શો ટોપ 5 માં પોતાનું સ્થાન બનાવી શક્યા નથી. રૂપાલી ગાંગુલી, મદલસા શર્મા અને સુધાંશુ પાંડે સ્ટારર શો ‘અનુપમા’ શરૂઆતથી ટોચ પર છે, પરંતુ આ વખતે શો પ્રથમ સ્થાન ગુમાવ્યો છે અને ત્રીજા નંબરે પહોંચી ગયો છે.
ચાલો તમને જણાવી દઇએ કે આ શોની શરૂઆતથી જ પ્રેક્ષકોએ અપાર પ્રેમ મેળવ્યો છે. આ બધાના વાસ્તવિક જીવનસાથીઓ વિશે લગભગ દરેક લોકોને ખબર હશે. તો ચાલો આજે અમે તમને આ શોના મુખ્ય પાત્રોના રીયલ જીવન પાર્ટનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે શોના ક્યાં કિરદાર કેટલી ફીસ લે છે.
જાણો ‘અનુપમા’ ઉર્ફ રૂપાલી ગાંગુલીના પતિ? :- લોકપ્રિય ટીવી સીરીયલની અભિનેત્રી રૂપાલી ગાંગુલી શોમાં મુખ્ય ‘અનુપમા’ નું પાત્ર ભજવી રહી છે. આખી કહાની એની આજુબાજુની છે. રૂપાળી ગાંગુલીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત ડીડી ચેનલની જાણીતી સીરિયલ ‘સુકન્યા હમારી બેટી’ થી કરી હતી.
જોકે, સિરિયલ ‘સંજીવની’ માં નકારાત્મકતા નું પાત્રમાં નજર આવી ચૂકેલી રૂપાલીએ દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હાલમાં રૂપાળી પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’ માં જોવા મળે છે, જે ઘણા સમયથી ટીઆરપીની યાદીમાં ટોચ પર રહી છે. ‘પરવરીશ’, ‘કુછ ખટ્ટે કુછ મીઠી’, ‘કહાની ઘર ઘર કી’ અને ‘સારાભાઇ વર્સ સારાભાઇ’ જેવી અનેક સિરિયલોમાં કામ કરી ચુકી છે, તે હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગઈ છે.
રૂપાલી ગાંગુલી લે છે આટલી ફીસ :- જો અભિનેત્રીની ફી વિશે વાત કરવામાં આવે તો ‘ઇન્ડિયા ડોટ કોમ’ ના એક અહેવાલ મુજબ રૂપાલી એક એપિસોડ માટે લગભગ ૬૦ હજાર રૂપિયા લે છે.
જાણો કોણ છે ‘વનરાજ’ ની પત્ની :- સિરિયલ ‘અનુપમા’ માં વનરાજ નું પાત્ર ભજવનાર અનુપમા ના પતિ સુધાંશુ પડદે, તે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ૨૦૦૦ ની એક્શન ફિલ્મ ‘ખિલાડી 420’ માં હતા. સુધાંશુ પાંડેએ આ ફિલ્મ સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો.
૪૬ વર્ષીય સુધાંશુ પાંડે ઘણા ટીવી સિરિયલોમાં દેખાયા છે, પરંતુ તેમને વાસ્તવિક ઓળખ ફક્ત અનુપમા સિરિયલ થી મળી. સુધાંશુ પાંડે એ લગ્ન મોના પાંડે સાથે કર્યા છે. મોના એક ગૃહિણી છે. સુધાંશુ પાંડેને બે પુત્ર છે, જેના નામ નિર્વાણ અને વિવાન છે.
સુધાંશુ પાંડેની ફીસ :- ‘અનુપમા’ સિરિયલના એપિસોડ કરવા માટે સુધાંશુ પચાસ હજાર રૂપિયા લે છે.
મદાલસા શર્મા ઉર્ફે ‘કાવ્યા ગાંધી’ ના પતિ :- શોમાં ‘કાવ્યા ગાંધી’ નું કિરદાર નિભાવનાર મદાલસા શર્મા એક સુંદર મોડેલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી, તેલુગુ, કન્નડ, તમિલ, જર્મન અને પંજાબી ભાષાઓની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. મદાલસા શર્મા સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીના પુત્ર મહાક્ષય ચક્રવર્તીની પત્ની અને ફિલ્મ સર્જક સુભાષ શર્મા અને અભિનેત્રી શીલા શર્માની પુત્રી છે.
અનુપમાના ‘બાપુજી’ ઉર્ફે અરવિંદ વૈદ્યના વિશે :- આ શોમાં વનરાજ શાહના ‘બાપુજી’ નું પાત્ર કરનાર વરિષ્ઠ અભિનેતા અરવિંદ વૈદ્ય, ટીવી ઇન્ડસ્ટ્રીના ખુબ જ પ્રખ્યાત અભિનેતા છે. તેણે જયશ્રી વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. તેની પત્ની વિશે વધારે માહિતી નથી, પરંતુ તેમની એક પુત્રી છે, જેનું નામ વંદના પાઠક છે.
વંદના ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી બની ચુકી છે. વંદનાએ ફિલ્મ નિર્દેશક નીરજ પાઠક સાથે લગ્ન કર્યા છે. તેમના બંનેના બે બાળકો છે, જેમનું નામ રાધિકા અને યશ છે. તેમની ફી વિશે કોઈ વધારે માહિતી નથી.