રૂપાલી ગાંગુલી, મદલસા શર્મા અને સુધાંશુ પાંડે અભિનીત ફેમસ ટીવી સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં બતાવવામાં આવી રહી છે. અનુપમા એકથી વધુ મુશ્કેલીઓથી ઘેરાયેલ છે. અનુપમા સાવ લાચાર લાગે છે. તેને કશું સમજાતું નથી.
તે પરિવારને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સખત પ્રયાસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન તે એક પછી એક નવી ભૂલો કરતી રહે છે. અનુપમા પરિવાર માટે મુશ્કેલીઓનો પહાડ બનાવી રહી છે. આમ કરવાથી, પરિવાર તેની વિરુધ સંપૂર્ણપણે ઉભો રહેવાનો છે.
અત્યાર સુધી તમે જોયું હશે કે અનુપમાએ ઘર છોડી દીધું છે અને તે અંધારામાં ભટકી રહી છે અને પરેશાન છે. તે કંઇ સમજી શકી નહીં અને તે ખરાબ હાલતમાં છે. અનુપમાને પછી એક વિચાર આવે છે.
અનુપમા તેની મિત્ર રાખી દવે પાસેથી મદદ લેવા નીકળી પડે છે અને તેને પોતાની મુશ્કેલીઓ જણાવે છે. હવે આગળ તમે જોશો કે અનુપમા રાખી સામે હાથ ફેલાવશે અને રાખી પણ મદદ કરવા તૈયાર થશે, પણ ઘણી શરતો સાથે. અમે તમને આ સમાચારમાં જણાવીશું કે બંને વચ્ચે શું ડીલ થશે.
અનુપમા પૈસા લઈને ઘરે પરત ફરશે. બીજી બાજુ, વનરાજ (સુધાંશુ પાંડે) અને કાવ્યા (મદલસા શર્મા) આખી રાત ઉઘી શકશે નહીં. બંને આશ્ચર્યમાં રહેશે કે અનુપમા પૈસા કેવી રીતે ભેગા કરશે. સવારે અનુપમા તૈયાર થઈને પૂજા કરતી જોવા મળશે.
વનરાજ અને શાહ પરિવાર અનુપમાની પૂજા જોઈને ચોંકી જશે. અનુપમા દરેકને કહેશે કે તેણે પૈસાની વ્યવસ્થા કરી લીધી છે. બંને વિચારવા લાગશે કે અનુપમાએ પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરી.
વનરાજને લાગશે કે અનુપમા માત્ર દેવિકા અને રાખીને જાણે છે જે તેને મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે પરિવારને સત્ય ખબર પડશે ત્યારે દરેક કેવી પ્રતિક્રિયા આપશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.