દર્શકોની મનપસંદ ટીવી અભિનેત્રી ‘અનુપમા’એટલે કે રૂપાલી ગાંગુલી આજે સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે. તે સિરિયલ ‘અનુપમા’માં મુખ્ય પાત્ર ભજવીને લોકોના દિલ જીતી રહી છે. પરંતુ વાસ્તવિક જીવનમાં ઘણા આનંદી અને રમુજી છે.
તેના પુરાવા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ જોવા મળી રહ્યા છે. રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવાર-નવાર નવા વીડિયો શેર કરતી રહે છે.
રૂપાલીએ તાજેતરમાં જ એક એવો વીડિયો શેર કર્યો છે, જેમાં ઘણા લોકો પોતાની જાતને રિલેટ કરી શકશે. આ વીડિયોમાં રૂપાલીની ફની સ્ટાઈલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જુઓ આ વીડિયો…
View this post on Instagram
હાઈ હીલ્સને કારણે રૂપાલી ગાંગુલીના પગ થાકી ગયા છે અને તે એક ફિલ્મી ગીત સાથે પોતાના દર્દને વર્ણવી રહી છે. માત્ર થોડા કલાકોમાં રૂપાલીનો આ વીડિયો 50 હજારથી વધુ લોકોએ જોયો છે.
રૂપાલીના લુકની વાત કરીએ તો, આ વીડિયોમાં તે પિંક કલર પ્લાઝો સાથે પિન કરેલું ટોપ પહેરેલી જોવા મળે છે. તેણીએ તેના લાંબા વાંકડિયા વાળ ખુલ્લા રાખ્યા છે અને તેમને એક સાઇટ પર ફૂલોથી સજાવ્યા છે.