અનુજને કીસ્સ કરવા વાળી વાત વારે વારે યાદ કરાવશે માયા, અને અનુજ માટે રાખશે વ્રત…

મનોરંજન

ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને તેના પર સતત પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે માયા કાવ્યાને પોતાના દિલની વાત કહે છે કે તે અનુજના પ્રેમમાં પડી ગઈ છે.કાવ્યા આ સાંભળીને ચોંકી જાય છે અને તેં કહે છે કે તેને કરેલી ભૂલનું પુનરાવર્તન ન કરે કારણ કે અનુજ અને અનુપમા વચ્ચે જે કોઈ પણ આવશે તે બરબાદ થઈ જશે પરંતુ માયા કહે છે કે પ્રેમે તેના બધા ડર દૂર કર્યા છે.

માયા નવી યુક્તિ રમશે

આજના એપિસોડમાં તમે જોશો કે જ્યારે કાવ્યા અનિરુદ્ધને મળ્યા પછી ઘરે આવે છે, ત્યારે બા તેને ટોણો મારે છે. બા કહે તને મોઢું કાળું કરવામાં શરમ નથી આવતી.કાવ્યા જવાબ આપે છે કે તમારો દીકરો પણ આ જ કામ કામ કરે છે.બાપુજી કહે છે કે હવે આ ઘરમાં ઝઘડો નહીં થાય અને બધાનું ધ્યાન શિવરાત્રીની પૂજા પર રહેશે.

તે વનરાજને કહે છે કે દરેક વ્યક્તિ જોડીમાં બેસીને શિવરાત્રિની પૂજા કરશે. બીજી તરફ, અનુજ ઘરે આવે છે અને કહે છે કે બે દિવસ પછી અનુપમાનો જન્મદિવસ છે અને તે દિવસ મારા માટે ખાસ રહેશે.માયા કહે છે કે તે અનુજને મદદ કરશે પણ અનુજ ના પાડે છે.જે પછી તે કહે છે કે બાબુજીએ શિવરાત્રી પૂજા ઘરમાં રાખી છે, તે પણ જોડીમાં.માયા વિચારે છે કે તે અનુજ સાથે આ પૂજા કરશે.

માયા અનુજ માટે ઉપવાસ કરશે..

કાવ્યા નારાજ છે કારણ કે તેને માયાના સત્ય વિશે ખબર પડી છે. કાવ્યા નથી ઈચ્છતી કે અનુપમાનું દિલ ફરીથી તૂટી જાય. બીજા દિવસે માયા પણ અનુપમા સાથે ઉપવાસ કરે છે. જ્યારે અનુજના શર્ટનું બટન તૂટી જાય છે, ત્યારે અનુજ અનુપમાને તેને ઠીક કરવા કહે છે. ત્યારે માયા પણ કહે છે કે તે ફ્રી છે, તે કરી દેશે.. પણ ત્યારે જ અનુજ અને અનુપમા બંને એકસાથે જ ના પાડે છે.

જે પછી બંને વચ્ચે રોમાંસ થાય છે અને માયાને આ જોઈને ઈર્ષ્યા થાય છે.જે બાદ શાહ હાઉસમાં શિવરાત્રીની પૂજા કરવામાં આવે છે અને બધા જોડીમાં બેસીને પૂજા કરે છે.