રિસાયેલાં અનુજને મનાવવા અનુપમા થઇ સુંદર તૈયાર, કરી ખુબ તૈયારીઓ તો બીજી બાજુ શાહ હાઉસે કાવ્યા બોલાવશે તેના એક્સ પતિને!!

મનોરંજન

અત્યાર સુધી તમે ટીવી શો ‘અનુપમા’માં જોયું હશે કે માયા તેના એક્સ હસબન્ડને મળે છે, જે ખૂબ જ ખરાબ હોય છે. અનુજ માયાને તેનાએક્સ પતિથી બચાવે છે અને પછી માયા તેને ગાલ પર કિસ કરે છે અને અનુજને હગ પણ કરે છે. તે જ સમયે, કાવ્યા, અનુપમાને પાછી મેળવવાની વનરાજની વાત સાંભળે છે અને તેના એક્સ પતિને બોલાવે છે અને તેને મળવાનું કહે છે.

માયા અનુજ સાથે રહેવાના સપના જુએ છે

હવે આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ, માયા અને છોટી અનુ ઘરેથી પિકનિક માટે નીકળે છે. ગઈ રાતની વાતો યાદ કરીને માયાના મનમાં ખુશીની લહેર દોડી જાય છે. અને તે એટલી ખુશ થઈ જાય છે કે તેને સપનું આવે છે કે તેને અનુજ મળી ગયો છે. જ્યારે, અનુપમા વહેલી સવારે કાપડિયા હાઉસે પહોંચે છે અને તે અનુજને ફોન કરે છે. અનુપમાના કોલથી અનુજ અને છોટી અનુ ખુબ જ ચેહકી ઉઠે છે, જેને જોઈને માયા ગુસ્સે થઈ જાય છે. તેં અનુપમા, અનુજ અને નાની અનુની વાત કાપી નાખે છે,
અને પોતે જ વાત કરવા લાગે છે જેનાથી અનુપમાને ઈર્ષ્યા થાય છે.

 

View this post on Instagram

 

A post shared by saniya memon (@love.u.anupama)


રિસાઈ ગયેલા થયેલા અનુજને મનાવવા માટે અનુપમાએ આ કામ કર્યું..

એટલું જ નહીં, જ્યારે નાની અનુ કહે છે કે તેને ભૂખ લાગી છે, ત્યારે માયા અનુજ સાથે વધુ સમય પસાર કરવા માટે એક સરસ રેસ્ટોરન્ટમાં જવાનું સૂચન કરે છે. જો કે, અનુજ સ્પષ્ટપણે ના પાડી દે છે અને કહે છે કે અનુપમા ઘરે તેની રાહ જોઈ રહી છે.બીજી તરફ, અનુપમા રિસાઈ ગયેલા અનુજ અને અનુને શાંત કરવા માટે ઘણું પ્લાનિંગ કરે છે અને ખૂબ ખુશ થઈ જાય છે. તે તેના પતિ અને છોટીની આતુરતાથી રાહ જુએ છે.

બાપુજીને બા પર ગુસ્સો આવ્યો

બીજી તરફ, અનુપમા શાહ હાઉસેથી વહેલી સવારે કાપડિયા હાઉસે જવાની વાત સાંભળીને બા ગુસ્સે થાય છે. તે કહે છે કે અનુપમા તેને જાણ કર્યા વિના જ નીકળી ગઈ હતી. બાપુજી કહે છે કે તેમને તેમના ઘરે જવા માટે કોઈને કહેવાની જરૂર નથી. બા ઘરનાં કામો ગણવાનું શરૂ કરે છે, અને એ પણ કહે છે કે અનુજ અને છોટી અનુ હજી આવ્યાં નથી. આ પછી બા કહે છે કે તેણે કાલે રાત્રે વનરાજ અને અનુપમાને વાત કરતા સાંભળ્યા હતા.આટલું બોલતાં જ બાપુજીનો ગુસ્સો ફૂટી નીકળે છે. બાપુજી કહે છે કે તેઓ નથી ઈચ્છતા કે બાનો ઘેરો પડછાયો અનુપમા પર પડે. તે બાને અનુપમાથી દૂર રહેવાની ધમકી પણ આપે છે.

કાવ્યાનોં એક્સ હસબન્ડ શાહ હાઉસે આવશે

આગામી એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા તેના એક્સ પતિ અભિમન્યુને શાહ હાઉસમાં બોલાવે છે અને તેની સાથે ખૂબ મસ્તી કરે છે. આનાથી વનરાજ ગુસ્સે થાય છે અને તે કાવ્યાને આવું ન કરવા કહે છે. ત્યારે કાવ્યા કહે છે કે જો તે અનુપમાને ફોન કરીને આ કરી શકે છે તો તે અભિમન્યુને કેમ બોલાવી શકતી નથી.બીજી તરફ, માયા અનુજને ગઈ રાતની ઘટના અનુપમાથી છુપાવવા કહે છે, જે અનુપમા સાંભળી જાય છે.