અનુજ માયાની સચ્ચાઈ બહાર લાવશે,,અનુપમા શાહ પરિવારને પોતાના પતિને કારણે સબક શીખવાડશે…

મનોરંજન

અત્યાર સુધીમાં તમે ટીવી શો ‘અનુપમા’માં જોયું હશે કે અનુપમા કાપડિયા મેંશન છોડીને તેના મોટા પુત્ર પરિતોષ માટે શાહ પરિવાર સાથે જાય છે. બાના આગ્રહ પર, અનુજ ગુસ્સામાં અનુપમાને શાહ પરિવાર પાસે મોકલવા સંમત થાય છે અને અનુપમા પણ તેના દિલ પર પથ્થર રાખીને જતી રહે છે.આજના એપિસોડમાં આપણે જોઈશું કે શાહ પરિવારમાં પ્રવેશતાની સાથે જ અનુપમા બધાની સામે સ્પષ્ટ કરે છે કે તે પોતાની મરજીથી અહીં આવી છે, પણ થોડા સમય માટે..

અનુપમાના આવવાથી શાહ પરિવારમાં ફરીથી ખુશીઓ આવી ગઈ છે..

અનુપમા આવતા જ શાહ પરિવારમાં ખુશીનો માહોલ છે. આખો શાહ પરિવાર આનંદથી કૂદેં છે, નાચે છે અને ગાય છે. જો કે, અનુપમાના આગમનથી શાહ પરિવારમાં ખુશીનો માહોલ છે, ત્યારે અનુજ કાપડિયા હાઉસમાં એકલો થઇ જવાને કારણે ખુબ જ દુઃખી છે. જ્યારે બાપુજી તેને ફોન કરીને અનુજને દિલની વાત બોલવાનું કહે છે ત્યારે અનુજ બોલવાબે બદલે ફોન પર રડી પડે છે. બાપુજી અનુજને કહે છે કે તેને તેની દિલની વાત કહેવાનો પૂરેપૂરો અધિકાર છે.

બરખા માયાનુ અસલી સત્ય જાણી જશે..

બીજી તરફ અનુપમનના ગયા પછી માયાએ પોતાનું મિશન શરૂ કરી દીધું છે. તે નાની અનુ અને અનુજને ઈમ્પ્રેસ કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. અને પોતાના પ્રયાસો પણ ગણાવી રહી છે , જેથી લોકો તેની પ્રશંસા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by saniya memon (@love.u.anupama)


અનુપમાની ભાભી બરખાને માયાના પ્લાન વિશે પહેલેથી જ ખબર હતી. તે માયા સાથે દલીલ કરે છે અને કહે છે કે તે જાણે છે કે તેં અનુજ અને અનુ સિવાય આખું કાપડિયા હાઉસ પર કબ્જો મેળવવા માંગે છે.

માયા અનુપમાની જેમ પોતાના વખાણ કરાવા માંગે છે

માયા દુઃખી મને કહે છે કે તેણે કાપડિયા પરિવાર માટે ઘણું કર્યું છે, પરંતુ જ્યારે અનુપમા આવે છે ત્યારે બધા તેના વખાણ કરવા લાગે છે. તે પણ અનુપમાની જેમ વખાણને પાત્ર છે. માયા તેના શબ્દો કહીને જતી રહે છે. બરખા મનમાં વિચારે છે કે માયા બહુ હોંશિયાર છે.ખબર નહીં કેમની અનુપમા તેનો સીધો સામનો કરશે?? અનુપમા અનુજને પણ ફોન કરે છે, પરંતુ અનુજ વ્યસ્ત હોવાનું કહીને કોલ ડિસ્કનેક્ટ કરે છે.

શું માયાના મોંઢા માંથી સત્ય બહાર આવશે?

આવતીકાલના એપિસોડમાં જોવા મળશે કે અનુપમા બા સહિત આખા શાહ પરિવારને સાચો અરીસો બતાવીને કાપડિયા હાઉસે જવા માટે તૈયાર થાય છે.બીજી તરફ માયા નાની અનુ માટે કેક બનાવે છે અને અનુજ તેનાથી ઈમ્પ્રેસ થાય છે અને કહે છે કે નાની અનુ માટે ઘણું કરી રહી છે.

આ પછી દરેક વાતચીતમાં માયાના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે ‘છોટી અનુ આપણી જ દીકરી છે’.આ સાંભળીને અનુજના પગ નીચેથી જમીન સરકી જાય છે.. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અનુજ આના પર શું કહે છે અથવા માયા કેવી રીતે તેનું ઉલટું કરે છે..