ફાલસાની તાસીર ઠંડી હોય છે. અને તેને ખાવાથી ગરમીમાંથી રાહત મળી જાય છે. સામાન્ય રીતે ફાલસા શું છે તેના વિશે ભાગ્યે જ કેટલાક લોકોને જાણકારી છે. ફાલસા એક પ્રકારનું ફળ છે, જે જોવામાં લાલ – કાળા રંગનું હોય છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અને તેનો આકાર પણ વધારે મોટો નથી હોતો.
ફાલસા ખાવાથી ઘણા બધા લાભ શરીરને મળે છે. જેના વિષે નીચે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. આ લેખ વાંચ્યા પછી તમને વિશ્વાસ થઈ જશે કે આ ફળ કેટલું જાદુગરી ભર્યું છે.
પેટને સ્વસ્થ રાખે છે :- ફાલસા ને પેટ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. અને તેને ખાવાથી પેટ સાથે સંકળાયેલા રોગોથી છુટકારો મળે છે. હેલ્થ બેનેફિટ ટાઈમ્સ ના એક રિપોર્ટ મુજબ ફાલસા પેટના દુખાવાને દૂર કરવામાં ગુણકારી સાબિત થયો છે. તેને ખાવાથી પેટ નો દુખાવો એકદમ મટી જાય છે. આટલું જ નહીં તેને ખાવાથી પેટની અંદર ઠંડક મળે છે.
ઉર્જા પ્રદાન કરે છે :- જે લોકો ખૂબ જ જલ્દી થાકી જાય છે અથવા જે લોકોના શરીરમાં ઉર્જા ની ઉણપ હોય છે, તે લોકો ને ફાલસા ખાવા જોઈએ. ફાલસા ખાવાથી શરીરમાં ઉર્જા બની રહે છે. અને કમજોરી ની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
શ્વાસ સંબંધી સમસ્યા કરો દૂર :- ઘણા લોકોને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા હોય છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થવા પર તમારે ફાલસા ના ફળનો રસ પીવો જોઈએ. તેનો રસ પીવાથી આ સમસ્યા દૂર થઈ જશે. ઘણી શોધમાં મેળવવામાં આવ્યું છે કે જે લોકો ફાલસા નો રસ પીવે છે, તેમને અસ્થમા, બ્રોન્કાઇટીસ અને શ્વસન સંબંધી અન્ય સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.
માંસપેશીઓ મજબૂત બને છે :- નિયમિત રૂપે ફાલસા નું ફળ ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે. અને હાડકાં પર પણ સારી અસર પડે છે. જે લોકોને માસપેશીઓમાં દર્દ ની ફરિયાદ હોય છે, તે લોકો ફાલસા ના ફળનું સેવન શરૂ કરી દે તો તેમના દુખાવામાં રાહત મળે છે. આમાં પોટેશિયમ અને પ્રોટીનની માત્રા વધારે હોય છે. જે માસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. ફાલસા માં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે. એટલા માટે તેનું સેવન કરવાથી હાડકા ઉપર પણ સારી અસર થાય છે.
લૂ થી કરે છે રક્ષા :- ગરમી ની ઋતુમાં ઘણા લોકોને લૂ લાગી જતી હોય છે. લૂ લાગવાના કારણે ઘણી વાર તાવ પણ આવી જતો હોય છે. ગરમીમાં તમને લૂ લાગે તેના માટે ફાલસા નું જ્યૂસ પીવું જોઈએ. ફાલસા નુ જ્યુસ પીવાથી લૂ થી રક્ષણ મળે છે.
લોહીની ઊણપને દૂર કરે છે :- લોહીની ઉણપ આવવા પર પોતાની ડાયટમાં આ ફળને સામેલ કરી દો. આ ફળને ખાવાથી લોહી ની ઉણપ દૂર થઈ જશે. સામાન્ય રીતે આ ફળમાં આયર્ન ભરપૂર માત્રામાં મેળવવામાં આવે છે. જેના કારણે તેનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે.