અમરેલીમાં એસીડ હુમલો: નણંદ અને સગર્ભા ભાભી પર પાડોશી પિતા – પુત્રએ એસિડ ફેક્યું, એકની હાલત નાજુક

તાજેતાજુ

સાવર કુંડલા હાથસણી ખાતે રહેતા નણંદ – ભાભી જ્યારે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એમના પર એક્સિડન્ટ થયો હતો. જેથી બન્નેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે ગુનેગાર પાડોશી પિતા – પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

હોસ્પિટલથી પાછા ફરતી વખતે બની ઘટના –એસિડ ની ઘટના સાંજે સાવરકુંડલામાં બની હતી. હરણી રોડ પર રહેતા મનીષાબેન કિશોરભાઈ મકવાણા ( ઉંમર 37 ) અને એમના ભાભી કાજલબેન દીપકભાઈ પરમાર ( ઉંમર 27 ) પર એસિડ હુમલો થયો હતો. મળેલી માહિતી પ્રમાણે કાજલબેન સગર્ભા હોવાને કારણે બંને તપાસ માટે હોસ્પિટલ ગયા હતા. ત્યાંથી બંને જ્યારે પરત ફરી રહી હતી ત્યારે બે વ્યક્તિ ઓ દ્વારા એમના પર એસિડ હુમલો થયો હતો.

સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા –એસિડ હુમલા બાદ બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી પ્રાથમિક સારવાર માટે એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમરેલી રીફરમાં લઈ જવામાં આવ્યા હતા. કાજલબેન ની હાલત વધુ ગંભીર હોવાના કારણે એમને રાજકોટ રીફર માં લઈ જવાની તૈયારીઓ હાથ ધરાઇ હતી.

હુમલો કરનાર ગુનેગાર પાડોશી હોવાનું જાણવા મળ્યું છે. કાજલ બેન ને એમના સંતાનો અને પત્નીને છોડી દેવાનું કહેવામાં આવ્યા બાદ પાડોશી શખ્સ દ્વારા હુમલો કરાયો હતો. જોકે પોલીસ ચોપડે હજી સાચી વિગત નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી.