આશ્ચર્ય પમાડે એવી હકીકત, કરોડપતિ કાકા અમેરિકામાં ખેતરમાં મરચાં તોડતા – તોડતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા… 

તાજેતાજુ

કલોલના પટેલ પરિવારના ચાર – ચાર સદસ્યોના યુએસ કેનેડા બોર્ડર પર બનેલા મોતના બનાવે બધાને ધ્રુજાવી દીધા છે. સાથે બધાને વિચારતા કરી દીધા છે. ગુજરાતીઓનો અમેરિકા પ્રત્યેનો મોહ હજુ પણ ઓછો થયો નથી. જાણકારો તો જણાવે છે કે અમેરિકામાં જીવન એટલું સરળ નથી. ત્યાં ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આવો જ એક કાકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં કાકા ખેતરમાં મરચાં તોડતા – તોડતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.

વીડિયોમાં કાકા જણાવી રહ્યા છે કે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા આવીને મરચાં થોડા કરતાં ભારતમાં જ ખેતી કરી હોત તો સારું રહેતું. આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. અને આ વીડિયો પણ લોકો અલગ-અલગ પોતાની કોમેન્ટ આપી રહ્યા છે. તો ચાલો તમને જણાવી આ વિડીયો ની હકીકત.

વિડિયો ની હકીકત-વીડિયોમાં કાકા કહે છે કે, ‘ આજ બોલો કહે છે અમેરિકા, અમેરિકા, અહીયા બેસીને ટીશર્ટ અને ઘડિયાળ પહેરીને મરચા વીણીએ છે. પાછા તમારા દેશ વાળા ને બધાને કહો છો, ચાલો અમેરિકા, ચાલો અમેરિકા. તો શું અહીં મરચાં તોડવા જ આવ્યા ? ભારતમાં વરસાદ પડ્યા હોય તો અહીં આવવું પડતું ? આવી ગયા અહીંયા અમેરિકા, અમેરિકા કરતાં 65 લાખમાં, 50 લાખમાં, 20 લાખમાં. અહીંયા મરચા તોડવાના વારા આવ્યા છે ભાઈ. અહીંયા કપાસ વિણવા પણ જવું પડે. પાણી વાળવા પણ જવું પડે. એના કરતા ત્યાં ખેતરોમાં કામ કર્યું હોત તો? અમે તો મરચા વીણીએ છીએ. આવો બધા અમેરિકા, હજી આવો. અહીં મચાવીને બધા મેકડોનલડ્સબઅને ટાકો બેલમાં આપો.

પાપડીના મરચા છે, તીખા લાહય જેવા. અહીંના લોકો આ મરચા ના ખાય. આપણી જ ખાઈએ, આવો ત્યારે ચરોતરમાંથી આવવા માંડૉ. રમા એના કરતાં બહુ થયું ચાલો ત્યારે જય માતાજી, જય સ્વામિનારાયણ… ”

વીડિયોની અન્ય વિગતો-આ વીડિયોમાં બોલનાર વ્યક્તિનું નામ પ્રદીપભાઈ પટેલ છે. તેઓ મૂળ નડિયાદના વતની છે. તેઓ 2019 માં જ્યોર્જીયામાં રહેતી એમની દીકરીના ઘરે ગયા હતા. ત્યારે એમણે આ વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો અંગે ખુદ પ્રદીપભાઈ જણાવ્યું હતું કે, ‘ અમેરિકા વિઝીટ વખતે મારું રહેઠાણ જ્યોર્જીયા હતું. ત્યાંથી હું મારા મિત્રના ઘરે જે સાઉથ કેરોલિનમાં રહે છે ત્યાં ગયો હતો.

ત્યાં ચાર પાંચ દિવસ રોકાયો હતો. મારો મિત્ર મને એનાં ફાર્મ પર લઇ ગયો હતો. ત્યાં થોડા મરચા ના છોડ વાવ્યા છે. એણે કહ્યું, તારા ઘર માટે થોડા મરચાં લેતો જા. એટલે અમે મરચા તોડવા માટે ગયા. ત્યાં મારા મિત્રે કહ્યું કે, હવે આપણે ફોટા પાડીએ. કેરી ને કહ્યું કે ના તો ફોટા ના પાડ પણ વિડીયો ઉતાર. માટે હું મરી જતો હતો ત્યારે મારા મિત્રએ વિડીયો ઉતાર્યો હતો. અમારા કુટુંબીજનોને બતાવવા માટે મેં આ વીડિયોમાં કોમેન્ટરરી આપી હતી. આ વીડિયો પૂરેપૂરી રીતે ફની હતો.