ગુજરાતમાં, મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના પોલીસ સ્ટેશનમાં તૈનાત મહિલા પોલીસ કર્મચારી અલ્પિતા ચૌધરીને ટિકટોક પર વીડિયો બનાવિને પોસ્ટ કર્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. સસ્પેન્શન ઓર્ડર પર સોશિયલ મીડિયા યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી હતી.
લોકઅપ સામે નાચતી મહિલા પોલીસકર્મીની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા માં વાયરલ થઈ હતી. સલમાન ખાન ફિલ્મ ‘કિક’ના ગીત’ તુ હી તુ ‘પર ડાન્સ કરતી જોવા મળી હતી.
સસ્પેન્ડ થયા બાદ મહિલા અલ્પિતા ચૌધરીનો બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગઈકાલ સુધી તેના ટિકટોક પર 14,000 ચાહકો હતા. આજે તેના 35 હજારથી વધુ ચાહકો છે. સસ્પેન્ડ થયા બાદ અલ્પિતા ચૌધરી ટિકટોક સ્ટાર બની ગઈ છે.
Lady police constable in Mahesana district of North Gujarat faces disciplinary action after her TikTok video shot in police station goes viral pic.twitter.com/7NWXpXCh8r
— DeshGujarat (@DeshGujarat) July 24, 2019
અલ્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં મંદિર પરિસરમાં યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત ગીત ઉપર પણ વિડિયો બનાવ્યો હતો. અલ્પિતા ચૌધરી અગાઉ પણ આવા વીડિયો બનાવવા માટે સસ્પેન્ડ પણ થઈ ચૂકી છે.
પરંતુ ફરી એકવાર પોલીસ યુનિફોર્મમાં જ વીડિયો બનાવતા સવાલ ઉભા થયા છે કે શા માટે પોલીસની વરદીમાં તેઓએ આ વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે?
અલ્પિતા ચૌધરી પોલીસ કોન્સ્ટેબલમાંથી સસ્પેન્ડે થયા બાદ સોશિયલ મીડિયામાં ઊલ્ટાની ખૂબ જ ફેમસ થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમના ફોલોઅર્સ ની સંખ્યા નોંધપાત્ર વધી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અલ્પિતા ચૌધરી ફેન કલબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે.