અલ્લુ અર્જુને પરિવાર સાથે જયપુરની મુલાકાત લીધી, રણથંભોરમાં ટાઇગરના થયા દર્શન 

ફિલ્મી દુનિયા

અલ્લુ અર્જુન હાલમાં પરિવાર સાથે વેકેશન પર છે. તેઓ વિદેશમાં નહીં પરંતુ પોતાના દેશની અંદર જ ભારતના સૌથી સુંદર સ્થળો પૈકીના એક રાજસ્થાનના પ્રવાસે છે. તેણે જયપુરના અંબર કિલ્લાથી લઈને સિટી પેલેસ, જંતર-મંતર અને હવા મહેલની મજા માણી છે. ફિલ્મ ‘પુષ્પા’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર એક્ટર અલ્લુ અર્જુન આ દિવસોમાં કામમાંથી બ્રેક લઈ રહ્યો છે અને રાજસ્થાનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. અલ્લુ અર્જુને પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પરિવાર માટે તેમની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો. અલ્લુ અર્જુન જયપુરના અંબર કિલ્લા પર પહોંચ્યો. અલ્લુ અર્જુન પણ રણથંભોર નેશનલ પાર્ક પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

આ સિવાય અલ્લુ અર્જુન પરિવારને સિટી પેલેસ, જંતર-મંતર અને હવા મહેલમાં પણ લઈ ગયો હતો.સાઉથનો આ સુપરસ્ટાર તેની પત્ની અને બાળક સાથે પણ ચોકી ધાની પહોંચ્યો હતો, જ્યાં તેઓએ પરંપરાગત રાજસ્થાની ભોજનનો આનંદ માણ્યો હતો.

અલ્લુ અર્જુને આ વેકેશનની કેટલીક ઝલક પણ શેર કરી છે, જેમાં રિસોર્ટ સિવાય જયપુરના પ્રખ્યાત સ્થળોની ઝલક પણ છે.આ વેકેશન દરમિયાન અલ્લુ અર્જુન રણથંભોર નેશનલ પાર્કની ટ્રીપ પર ગયો હતો જ્યાં તેણે ટાઈગર સફારીની મજા માણી હતી.તેણે તેના પુત્ર અયાનનો વીડિયો પણ પોસ્ટ કર્યો, જે તેની સાથે જંગલ સફારીમાં ગયો હતો.

આ સિવાય અભિનેતા દ્વારા આ સફરની કેટલીક ક્લિપ્સ શેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે અલ્લુ અર્જુને વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર અયાન અને પુત્રી અરહા છે. બંનેની બોન્ડિંગ સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે અને તેઓ અવારનવાર અહીં પોતાના બાળકો સાથે સમય વિતાવતા જોવા મળે છે. આજે અલ્લુ અર્જુન અને સ્નેહા બોલિવૂડથી લઈને દક્ષિણ સુધીના અનેક યુગલો માટે પ્રેરણા સમાન બની ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુન સુકુમારની આગામી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’માં જોવા મળશે.આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ હશે.કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે 2024માં રિલીઝ થશે.