એક વાર મારા પરિવાર નો એક સભ્ય ખૂબ જ બીમાર હતો, જેને પીજીઆઈના ઈમરજન્સી વોર્ડ માં દાખલ કરવામાં આવ્યો હતા. એક સભ્યને ત્યાં સાથે રહેવાની પરવાનગી હતી. અને હું તેમની સાથે હોસ્પિટલમાં રોકાયેલા હતો, ત્યાં અચાનક 3 યુવકો કે જેમનો રોડ એક્સિકેન્ટ થયો હતો.
સ્ટ્રેચર પર લાવવામાં આવ્યા તે કંઈ બતાવવાની સ્થિતિમાં ન હતા. કારણ કે એમનેખુબ જ વાગ્યુ હતું. પીજીઆઈ તો હંમેશા માટે જ પોતાની તત્પરતા માટે ઓળખવામાં આવે છે.
વધુ એક ડોકટરોની સંપૂર્ણ ટીમ તેમને જોવા લાગી અને બીજી તરફ અન્ય કેટલાક કર્મચારીઓ એ તેમના કપડા માંથી મોબાઈલ કાઢ્યો, પણ તેનો મોબાઈલ ખુલ્યો નહીં કારણ કે તેમા પાસવર્ડ સેટ કરેલો હતો. પરંતુ તેમને વિચાર આવ્યો.
તેમણે મોબાઈલ ખોલ્યો અને તેમાંથી સીમ કાઢયું. અને તે સીમ ને બીજા મોબાઈલ માં લગાવી ચાલુ કર્યું અને સીમમાં સેવ બધા નંબર સામે આવતા તેમના પિતાને એના ફોન માંથી ફોન કરવામાં આવ્યો. થોડી વારમાં પછી તેમના પરિવાર વાળા ત્યાં હાજર થઈ ગયા.
જેથી ત્રણ યુવકો ના જીવ બચી ગયા. તે દિવસ મેં પ્રથમ વખત એ જોયું અને શીખ્યું કે જો કોઈ મોબાઈલ ફોન માં પાસવર્ડ સેટ કરેલો હોય અને તેનો પ્રયોગ કરવાની સ્થિતિ આવે, ત્યારે સૌથી પહેલા એનું સીમ કાર્ડ ચેક કરવું..
જેથી સીમ કાઢીને કોઈ બીજા ફોન માં નાખવાથી કોન્ટેક્ટ લિસ્ટ ખુલી શકે છે, તે માટે આપણે પોતાના ફોન ના કોન્ટેકટસ હંમેશા ગુગલ ની સાથે સાથે સીમ મેમરી માં પણ સેવ કરી લેવા જોઈએ. જેનાથી ક્યારેક અકસ્માત જેવી સ્થિતિ ઉભી થાય તો પરિવાર ને સૌથી પહેલા જાણકારી આપી શકાય.