એક એવું ગામ જ્યાં પરણિત મહિલાઓ માટે છે અજીબ પરંપરા, ૫ દિવસ સુધી રહેવાનું હોય છે કપડા વગર

જાણવા જેવું સહિયર

દેશમાં ઘણા અલગ અલગ રીતી રીવાજો માનવામાં આવે છે. પરંતુ આજકાલ કોઈ વ્યક્તિ આ રીતી રીવાજો નું પાલન કરતા નથી. પરંતુ શું તમે જાણો છો ભારત માં જ એક એવું ગામ છે જ્યાં એમની પરંપરા ને નિભાવવામાં આવે છે. એ પણ એક વિચિત્ર પ્રકારની પરંપરા છે.

આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. આજના સમયમાં પણ એવી જ એક વિચિત્ર પરંપરા ભારતના આ ગામમાં નિભાવવામાં આવી રહી છે. આજે અમે તમને એ ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે સાંભળીને તમને પણ વિશ્વાસ નહિ આવે. તો ચાલો જાણી લઈએ એ ગામ ની માન્યતા વિશે..

આ ગામ હિમાચલ પ્રદેશ ની મણીકર્ણ ઘાટીમાં પીણી ગામ આવેલું છે. જ્યાં મહિલાઓ ને મજબૂરી માં પણ આ રિવાજ નિભાવવો જ પડે છે. આ રિવાજના આધારે અહીંની વિવાહિત મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં વગર રહે છે. દરેક વર્ષે વસંત મહિનામાં આ ગામની મહિલાઓ પુરા પાંચ દિવસ કપડા નથી પહેરતી અને પુરુષોથી દૂર રહે છે અને એવી પણ માન્યતા છે કે જો આ સમયમાં કોઈ વિવાહિત મહિલા આ રિવાજનું પાલન ન કરે તો તેના પતિ અને પરિવાર પર સંકટ આવી શકે છે. માટે મહિલાઓએ આ રિવાજ નિભાવવો જ પડે છે.

જાણો આ પરંપરા પાછળની માન્યતા :પૌરાણિક કથાના આધારે તે સમયે પીણી ગામમાં રાક્ષશો નું ખુબ આતંક હતું અને તેઓ ગામની સુંદર સુંદર સ્ત્રીઓ ને ઉઠાવીને લઇ જતા હતા અને ધીમે ધીમે ગામ માંથી સ્ત્રીઓ ઓછી થવા લાગી. જેના પછી લાહૂઆ દેવતાએ તે રાક્ષશોના વધ કર્યા હતા. માટે આ સમય માં મહિલાઓ કોઈપણ સાજ-સજાવટ વગર કપડાં વગર રહે છે.

આજે પણ માનવામાં આવે છે લાહુઆ દેવતા દરેક વર્ષે વસંત ઋતુમાં ગામમાં આવે છે અને દુષ્ટતાનો નાશ કરે છે. આ પાંચ દિવસો માં ગામમાં કોઈપણ મદિરા- માંસનું સેવન નથી કરતા અને સાથે જ કોઈના લગ્ન પણ નથી થતા. આ પાંચ દિવસોમાં કોઈ હસતું પણ નથી અને સ્ત્રીઓ પોતાના જ ઘરમાં બંધ થઈને કપડાં વગર અવસ્થામાં રહે છે.