અહી લગ્ન કરવા માટે એક બહેન વરઘોડા પર બેસીને લેવા જાય છે દુલ્હન…

સહિયર

લગ્ન એ જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ હોય છે અને દરેક વ્યકિત પોતાનાં લગ્નને યાદગાર કરવા માગતી હોય છે. લગ્ન ખુબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે. પોતાના લગ્નમાં વરરાજા ઘોડી પર જ બેસે છે. વરરાજાને ઘોડી પર બેસાડીને નવા જીવનની શરૂઆત કરાવવામાં આવે છે.

વરરાજાનુ ઘોડી પર આવવુ એ વાતનુ પ્રતિક છે કે ઘોડીની બાગડોર સાચવનારો પુરૂષ પોતાના પરિવાર અને બાળકોની બાગડોર પણ સારી રીતે સાચવી શકે છે. લગ્નજીવન દરેક વ્યક્તિના જીવનનો ખાસ પ્રસંગ માનવામાં આવે છે. આ દુનિયામાં દરેક જગ્યાએ લગ્નના ઘણા રીત રિવાજો છે,

દરેક જગ્યા પર કેટલાક રિવાજો અને અમુક પરંપરાઓ એવી જોવા મળે છે કે જેના વિશે જાણ્યા પછી તમે તો શું દરેક લોકો આશ્ચર્ય થઇ જાય છે, છતાં ત્યાંના લોકો લાખો વર્ષોથી આવી પ્રકારની ચાલી આવતી પરંપરાઓને નિભાવી રહ્યા હોય છે.

આજે અમે તમને દુનિયાની એક એવી અજીબો ગરીબ રીવાજો કે પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લગભગ કોઈ લોકોએ પહેલાં ક્યાંય જોઈ કે એન વિશે સાંભળ્યું નહિ હોય, તો આજે અમે તમને જણાવી દઈએ એ દુનિયાની અજીબો ગરીબ પરમ્પરા વિશે..

આજે દુનિયામાં લગ્નનું સ્વરૂપ બદલાય રહ્યું છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લગ્નની એકદમ અનોખી પરંપરા અને લગ્નના રીવાજો એકદમ અલગ રીતે નિભાવવામાં આવી રહ્યા છે. અમે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ, તે લાહૌલ વિશે વાત કરવામાં આવે છે..

આ જગ્યા ભારત દેશના હિમાચલ પ્રદેશનો એક જિલ્લાની છે. જે જગ્યા જિલ્લાનું મુખ્ય મથક કેલોંગ છે. આ જિલ્લો તેમની સારી સુંદરતાને કારણે ખુબ જ જાણીતો થયો છે, તે ઉપરાંત આ જીલ્લો તેની આગવી અને અનોખી રીતી રીવાજ માટે પણ ઘણો જાણીતો થઇ ગયો છે.

અહીં ભાઈના લગ્ન કરવા હોય તો તે ભાઈનને લગ્ન કરવા માટે એક બહેન તો જરૂર હોવી જરૂરી હોય છે. કારણ કે અહી ભાઈ નહિ પણ ભીની એક બહેન લગ્નના વરઘોડો લઈને દુલ્હનને ઘરે લઈ આવવાની પરંપરા છે, જે વર્ષોની ચાલી રહી આવી છે

જે પરિવારોમાં એક પણ બહેન ન હોય, તેના ઘરના કોઈ પણ મોટો કે નાનો ભાઈ હોય તો તે ઘરમાં હાજર ભાઈના લગ્નમાં વરની જગ્યાએ લગ્નની સરઘસ લઇને લગ્ન કરવા જાય છે. ઇતિહાસકારોના મત મુજબ આ પરંપરા ઘણી સદીઓ જૂની ચાલી આવી રહી છે, જેનું પાલન પણ ત્યાના લોકો વર્ષોથી કરી રહ્યા છે.