એક એપિસોડના લાખ રૂપિયા મળ્યા પછી પણ શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શો કેમ છોડ્યો, હવે સત્ય સામે આવ્યું!

મનોરંજન

અત્યાર સુધી ફીને લઈને અભિનેતા શૈલેષ લોઢાનો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાને લઈને વિવાદ માનવામાં આવી રહ્યો હતો.પરંતુ હવે શૈલેષ લોઢા એ પોતે જ ઈશારામાં કહી દીધું છે કે તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડ્યું. શૈલેષ લોઢા એ તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન મેકર્સ પર નિશાન સાધતા કહ્યું છે કે, કોઇ પણ પ્રોડ્યુસર એક્ટરથી મોટો ન હોઇ શકે.

આજ તક ન્યૂઝ ચેનલની એક ઈવેન્ટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાના ઈન્ટરવ્યુમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીને નિશાન બનાવવામાં આવ્યા છે.શૈલેષે કહ્યું, ‘આર્ટિસ્ટથી મોટું કોઈ ન હોઈ શકે.’શૈલેષે કહ્યું- ‘આ દેશમાં પબ્લિશર્સ હીરાની વીંટી પહેરે છે અને ત્યાં લેખક પોતાનું પુસ્તક પબ્લિશ કરાવવા માટે પૈસા પણ આપે છે.’તારક મહેતામાં શૈલેષ લોઢાએ તારક મહેતાના મેકર્સ પર નિશાન સાધતા ઈશારામાં કહ્યું, ‘લોકો બીજાની ટેલેન્ટથી પૈસા કમાય છે, તેમ છતાં તેઓ પોતાને બીજાથી ઉપર માને છે.’

શૈલેષ લોઢા એ કહ્યું, ‘કોઈ પણ પ્રકાશક લેખકથી મોટો હોઈ શકે નહીં.કોઈ નિર્માતા એક્ટર કરતા મોટો ન હોઈ શકે.તે એક વેપારી છે, જ્યારે પણ કોઈ વેપારી કવિ હોવાના કારણે મારા પર ભારે પડશે, ત્યારે જ્વાળામુખી ફાટી નીકળશે.’હવે શૈલેષના નિવેદનથી સ્પષ્ટ છે કે તારક મહેતા શો છોડવા પાછળ તેનો મેકર્સ સાથે વિવાદ હતો.

તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાસ્ટ લગભગ 14 વર્ષથી ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે.આ સમયે ઘણા કલાકારો આવ્યા અને ઘણાએ શો છોડી દીધો.આવી સ્થિતિમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની વિદાય બાદ તેમનું સ્થાન સચિન શ્રોફે લીધું છે.