આ અભિનેત્રીઓની ઉંમર એમના પતિના લગ્નમાં હતી ફક્ત આટલી, જાણો એકની ઉંમર તો હતી એક વર્ષ..

ફિલ્મી દુનિયા લાઈફસ્ટાઈલ

ગઝલ સમ્રાટ જગજીત સિંહ ના ગીત ની એક લાઈન અત્યારે યાદ આવી રહી છે, જેમાં લખેલું હતું કે ‘ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા બંધન’ આ લાઇનને બોલિવૂડના સિતારાઓ એ સાચો માની લીધું છે. આજકાલ એકટ્રેસ પોતાના થી નાની ઉંમરના છોકરાઓ ને પસંદ કરી રહી છે. જ્યારે પહેલા આવું અભિનેતાઓ કરતા હતા.

જયારે તેઓને પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રીઓ પસંદ આવી જતી હતી. પહેલા લગ્ન થયા પછી પણ તેને તલાક આપી ને પોતાનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે તેઓ બીજા લગ્ન કરતા હતા. એમ તો આ લિસ્ટમાં ખૂબ જ વધારે અભિનેતાઓ નો સમાવેશ થાય છે.

પરંતુ અમે તમને ફક્ત આ ચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના પતિના લગ્નમાં ફક્ત આટલા વર્ષની જ હતી અભિનેત્રીઓ. એમાંથી એક તો એટલી નાની હતી કે તેઓને તેની કંઈ જ સમજ રહી નહોતી. પોતાના પતિના લગ્નમાં ફક્ત આટલા વર્ષની હતી આ અભિનેત્રી.

કિશોરકુમાર :- બોલિવૂડના મશહૂર ગાયક કિશોર કુમારે પોતાના જીવનમાં ચાર લગ્ન કર્યા હતા. તેઓના પહેલા લગ્ન વર્ષ 1951 માં રુમાં ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. તેના પછી વર્ષ ૧૯૬૦ માં મધુબાલા સાથે કર્યા હતા.

તેના પછી વર્ષ 1976 માં યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. અને ચોથા લગ્ન 1950 માં લીના ચંન્દ્રાવરકર સાથે કર્યા હતા. વર્ષ ૧૯૮૬ ના કિશોરકુમાર નું મોત થયું હતું. એનો મતલબ એ થયો કે જ્યારે કિશોર કુમારના પહેલા લગ્ન થયા હતા ત્યારે લીલા ફક્ત એક વર્ષની હતી.

ધર્મેન્દ્ર :- વર્ષ ૧૯૫૪ માં ૧૯ વર્ષની ઉંમરમાં પ્રકાશ કોર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે હેમા માલિની ફક્ત છ વર્ષની હતી. તેના પછી ધર્મેન્દ્રનું દિલ હેમા પર આવ્યું હતું અને તે પોતાની પહેલી પત્નીને તલાક આપવા માગતા હતા. પરંતુ એવું બની શક્યો નહીં, પછી ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને વર્ષ 1979 માં હેમા માલિની સાથે લગ્ન કરી લીધા હતા.

સૈફ અલી ખાન :- બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને પોતાના પહેલા લગ્ન વર્ષ ૧૯૯૧માં અમૃતા સિંહ સાથે કર્યા હતા. તે સમય દરમ્યાન તેઓની વર્તમાન પત્ની કરીના કપુર ફક્ત ૧૧ વર્ષની હતી. વર્ષ 2004 માં અમૃતા ને તલાક આપ્યો હતો

અને 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાન કરીના કપૂર થી ૧૨ વર્ષ મોટા છે અને તેઓનો અફેર લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યો હતો. પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.

જાવેદ અખ્તર :- બોલિવૂડના મશહૂર લેખક જાવેદ અખ્તરના પહેલા લગ્ન ૧૯૭૨ માં હની ઇરાની સાથે થયા હતા. પરંતુ કંઈક અંગત કારણોસર તેઓ ના તલાક થઈ ગયા હતા. વર્ષ 1984 માં જાવેદ અખ્તરે પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.

શબાના આઝમી જાવેદ થી પાંચ વર્ષ નાની છે જોકે આ ઉંમરનો તફાવત વધારે નથી. પરંતુ એવું જણાવવામાં આવે છે કે જાવેદ ના પહેલા લગ્ન તૂટવાનું કારણ એ હતું કે ત્યારે જાવેદ શબાના ના પ્રેમમાં પડી ગયા હતા.