અભિનેતા કાર્તિક આયર્નનું એક ડાયલોગથી બદલાઈ ગયું નસીબ, જાણો એના જીવન વિશે..

મનોરંજન

કાર્તિક આર્યન ભારતીય હિન્દી અભિનેતા છે, જે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અભિનેતા  કાર્તિક આયર્નનો સિતારો આજકાલ તેજ હોય એવું લાગે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એમને પોતાના અભિનય સફર ની શરૂવાત વર્ષ 2011 માં કરી.

આ ફિલ્મ માં એમને લગભગ 5 મિનટ રુક્યા વગર પોતાના ડાયલોગ્સ બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મ માં સૌથી લાંબા મનાય છે. અભિનેતા કાર્તિક આર્યનનો જન્મ 22 નવેમ્બર 1988ના રોજ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેરમાં થયો હતો. કાર્તિક આર્યનએ એવા કલાકારોમાંથી એક છે જેમણે ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં છાપ ઉભી કરી હતી.

કાર્તિક આર્યન બાળપણથી જ ઍક્ટર બનવા માંગતો હતો. આ સપના સાથે જ તે મુંબઈ આવી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બહુ ઓછા સમયમાં તેણે પોતાની એક્ટિંગ અને સ્ટાઇલથી બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે.

આજે કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન એક સમયે 12 લોકો સાથે એક જ ફ્લેટમાં રહેતો હતો. શરૂઆતના સમયમાં કાર્તિક આર્યનને કોઈ જાણતું ના હતું. તેને ઘણું રિજેકશન મળ્યું હતું.  પરિવારના લોકોને લાગતું હતું કે કાર્તિક આર્યન મુંબઇમાં ભણી રહ્યો છે પરંતુ સંઘર્ષ કરી રહ્યો હતો.

કાર્તિકના ઘરનું વાતાવરણ પહેલાથી ભણતરવાળું છે. કાર્તિક આર્યનના પિતા મનીષ તિવારી અને માતા પ્રગતિ તિવારી બંને ડોક્ટર છે. કાર્તિકે પોતાની એકિંટગના દમ પર અને કોઈની મદદ લીધા વગર કાર્તિક આજે કામયાબ કલાકાર બની ગયો છે.

કાર્તિકે અભ્યાસ દરમિયાન જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે તેણે પોતાના માતાપિતાને આ વાતની જાણ પહેલી ફિલ્મ સાઇન કરી લીધી એ પછી જ કરી હતી. એક્ટર બનવાનું સપનું લઈને કાર્તિક મુંબઈ તો આવી ગયો હતો પરંતુ તે રોજ ઓડિશન આપવા જતા હતો.

કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, તેને કરિયરની શરૂઆત એક એડ ફિલ્મથી કરી હતી. આ જાહેરાત માટે તેને 15 હજાર રૂપિયા મળ્યા હતા. કાર્તિકના જણાવ્યા મુજબ તેના માટે બહુ મોટી વાત હતી. કાર્તિક સિવાય પ્યાર કા પંચનામ ફિલ્મના બીજા ઘણા કલાકારો હતા, પરંતુ પાંચ મિનિટના મોનોલોગને કારણે તે લોકોની નજરમાં આવી ગયો હતો.

સફળ ફિલ્મ પછી કાર્તિકે કહ્યું હતું કે તેણે 5.29 મિનિટના મોનોલોગને યાદ યાદ રાખવા માટે પાંચ દિવસનો સમય લીધો હતો અને તેણે ફક્ત બે જ વારમાં બોલી દીધો હતો. કાર્તિકના જણાવ્યા અનુસાર, પ્યાર કા પંચનામાની રિલીઝ પછી પણ તે ખૂબ જ ખરાબ તબક્કો જોયો હતો. એક પછી એક અનેક ફિલ્મોમાં તે ફ્લોપ રહ્યો. “સોનુ કે ટીટુ કી સ્વીટી” ફિલ્મની સ્વીટીથી નસીબ બદલાઈ ગયું હતું.