જો આવી વસ્તુ આપવી હોય દાનમાં તો સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ન આપવી, નહિ તો આવી શકે છે મોટું સંકટ..

જાણવા જેવું

હિંદુ ધર્મ દાન કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન કરવાથી વ્યક્તિ ને પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ દાન કરવાનું યોગ્ય સમય અને તીથી નક્કી હોય છે. હિન્દુ ધર્મમાં દાન કરવાથી અલગ-અલગ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તે ઉપરાંત શાસ્ત્રોમાં તથા પુરાણોમાં પણ દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે અમુક વસ્તુ નો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે સૂર્યાસ્ત સમયે દાન આપવું વ્યક્તિને ખૂબ જ ભારે પડી શકે છે. તેનાથી તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી પડે છે. ઘરની બરકત કાયમી માટે જતી રહે છે. એટલા માટે સાંજના સમયે કોઈ પણ ક્યારેય દાન કરવું જોઈએ નહીં.

ચાલો જાણીએ કે સૂર્યાસ્ત સમયે શામાટે દાન ના કરવું જોઈએ અને કઈ કઈ વસ્તુનું દાન ના કરવું જોઈએ? સૌપ્રથમ સાંજના સમયે સૂર્યાસ્ત સમયે ડુંગળી અને લસણ નું દાન ન કરવું જોઈએ. કારણ કે તેનો સંબંધ કેતુ ગ્રહ અને રાહુ ગ્રહ સાથે માનવામાં આવે છે.

તે ઉપરાંત કેતું ગ્રહને ખૂબ જ ખરાબ શક્તિનો સ્વામી પણ માનવામાં આવે છે. તે સાથે તેનો સંબંધ જાદુ-ટોણા અને ખરાબ શક્તિ સાથે પણ ગણવામાં આવે છે. ડુંગળી અને લસણ નું દાન સાંજના સમયે આપવો એ સારી વાત નથી.

સાંજના સમયે ક્યારેય પણ ડુંગળી અને લસણ નું દાન આપવું જોઈએ નહીં. જો આમ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં રાહુ અને કેતુની અસર થાય છે. એટલા માટે સાંજના સમયે ક્યારેય પણ ડુંગળી અને લસણ નું દાન આપવું જોઈએ નહીં.

તે સિવાય સાંજના સમયે વ્યક્તિ દ્વારા ઘરના મુખ્ય દ્વાર ખુલ્લા મૂકી રાખવામાં આવે છે. કારણ કે આ સમયે ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે. એટલા માટે આ સમયે બીજી કોઈપણ વસ્તુનું દાન આપવા આપવાથી લક્ષ્મીજી નારાજ થઈ છે અને લક્ષ્મીજી ની વિદાય થાય છે.

એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિ એ હળદરનું દાન આપવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનો ગુરુ અત્યંત બળવાન હોય અને શુભ હોય તે વ્યક્તિએ ક્યારેય પણ હળદરનું દાન આપવું જોઈએ નહીં. ખાસ કરીને સાંજના સમયે ક્યારેય પણ હળદરનું દાન આપવું જોઈએ નહીં.

હળદરનું દાન આપવાથી વ્યક્તિના જીવનમાં ગુરૂદોષ પ્રાપ્ત થાય છે. તે સાથે ધન અને વૈભવ અને પૈસામાં પણ કમી આવે છે. તે સિવાય જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દૂધ નો સીધો સંબંધ લગભગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે ગણવામાં આવે છે.

તેના કારણે સાંજના સમયે કોઈપણ વ્યક્તિને દૂધ આપવું નહીં. સાંજના સમયે કોઈપણ વ્યક્તિને દૂધ આપવાથી તેમના ઘરની બરકત જતી રહે છે.  ઘરમાં વાદ વિવાદ થવાની શક્યતા રહે છે. એટલા માટે સાંજના સમયે શાંતા ઘરમાં શાંતિ રાખવા માટે ક્યારેય પણ સ્તનમાં દૂધનું દાન કરવું જોઈએ નહીં.

જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દહીં નો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે ગણવામાં આવે છે.શુક્ર ગ્રહ ને ધન વૈભવ અને સુખના દેવતા તરીકે ગણવામાં આવે છે. એટલા માટે કોઈપણ વ્યક્તિને સાંજના સમયે દૂધ કે દહીં નું દાન આપવું જોઈએ નહીં. દહીં નું દાન સૂર્યાસ્ત સમયે આપવામાં આવે તો વ્યક્તિના ઘરમાં ધન અને વૈભવની ઉણપ જોવા મળે છે.