શરદીની ઋતુમાં તડકામાં બેસીને સંતરા ખાવાની મજા જ કંઈક અલગ છે. વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ જેવા ઘણા ગુણોથી ભરપૂર સંતરા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમમાં સુધારો થાય છે. સાથે જ ત્વચા માં નિખાર પણ આવે છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં મળી આવતી હોય છે.
એટલા માટે તે વજન ઘટાડવા માટે રામબાણ ઈલાજ છે. સંતરા એક ગુણકારી ફળ જરૂર છે. પરંતુ તેનું જરૂરથી વધારે સેવન કરવાથી સેહત માટે હાનિકારક સાબિત થતું હોય છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં સંતરાનું વધારે પડતું સેવન કરવાથી થતા નુકશાન વિશે જણાવીશું, તો ચાલો જાણી લઈએ એના નુકશાન..
પાચનતંત્ર પર થાય છે ખરાબ અસર :- જે લોકોને પાચન તંત્ર સંબંધિત બીમારી હોય છે, જેમ કે, કબજિયાત, અપચો વગેરે. તેઓને સંતરા ખાવા નું ટાળવુ જોઈએ. એવા લોકો સંતરા ખાય છે, તો તેઓનું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. હકીકતમાં સંતરામાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેના લીધે પાચનતંત્રની ગરબડ થતી હોય છે.
પેટ સાથે જોડાયેલી બીમારીઓ થાય છે. અમે તમને જણાવી દઈએ કે જરૂરથી વધારે સંતરા ખાવાથી પેટમાં બળતરા, અપચો જેવી ઘણી ખરી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં જો સંતરા ખાવામાં આવે તો, તે ખાતા પહેલા આ વાતોનુ ધ્યાન જરૂરથી રાખો.
એસીડીટી વધારે છે :- જેમ કે સંતરા એ ખાટું ફળ છે. એવામાં જો તેનુ સેવન કરવામાં આવે તો, એસિડિટી ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. એસીડીટીની ના લીધે છાતી અને પેટમાં બળતરા થતી હોય છે.
થઈ શકે છે દાંત સાથે જોડાયેલી સમસ્યાઓ :- એમ તો સંતરા ખાવાથી દાંત સાફ અને ચમકદાર બને છે. પરંતુ સંતરા નુ વધારે પડતું સેવન કરવાથી તેમાં મોજુદ એસિડ દાંત ને ખરાબ કરી શકે છે. જેમ કે, સંતરાની ખટાશ અને દાંત ના ઈનેમલ મા મોજૂદ કેલ્શિયમ મિક્સ થઈને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન નું કારણ બને છે તેના કારણે કેવિટી ની સમસ્યા થાય છે અને તમારા દાંત ખરાબ પણ થઈ શકે છે.
કમજોર હાડકાઓ :- સંતરા ખાવાથી હાડકામા કમજોરી આવતી હોય છે. આ સાંભળીને થોડું અજીબ લાગી રહ્યું હશે. પરંતુ, આ સાચું છે. જેમકે સંતરામાં વિટામિન સી નો સૌથી વધારે સ્ત્રોત છે. એવામાં, તેમાં મોજુદ ખટાશ થી હાડકાઓ માં દુખાવો અને સાંધામાં સોજા થઈ શકે છે. આ સમસ્યાઓ તેવા લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે, જે લોકોને પહેલા થી જ આ રીતની સમસ્યાઓ સામે લડી રહ્યા હોય છે. જો તમને સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો, તમારે સંતરા ખાવાથી બચવું જોઈએ.
નાના બાળકોને થઈ શકે છે પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ :- નાના બાળકોને કોઈપણ વસ્તુ ખવડાવતા પહેલા ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ખાસ કરીને ફળ ખવડાવતા પહેલા એકવાર જરૂરથી વિચારી લેવું જોઈએ. એવા મા સંતરાની વાત કરીએ તો તેનુ સેવન કરવાથી બાળકોને પેટમાં દુખાવો, બળતરા, અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સાંજે અને રાત્રે ન ખાવા જોઈએ સંતરા :- સાંજે અને રાતના સમયે સંતરા આ માટે ન ખાવા જોઈએ કારણ કે, તેની તાસીર ઠંડી હોય છે. જો તમે સાંજે અથવા રાત્રે સંતરા ખાવ છો તો શરદી, તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
ખાલી પેટે ખાવાથી બચો :- મેડિકલ એક્સપર્ટ નુ માનો તો સંતરા ખાલી પેટ ક્યારે પણ ખાવા જોઈએ નહીં કેમકે, તેમાં એમિનો એસિડ હોય છે. અને તેનું વધારે સેવન કરવાથી પેટની સંબંધિત બીમારીઓ થતી હોય છે. ખાસ કરીને જ્યારે પેટ ખાલી હોય ત્યારે સંતરા ખાવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. એવામાં, જો તમને પહેલાથી જ એસીડીટીની સમસ્યા હોય તો સંતરાનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.