બોલિવૂડના જાણીતા એક્ટર આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે.આમિર ખાન હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો.આ પછી આમિર ખાન ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યો છે, પરંતુ તેનું કારણ તે પોતે નહીં પરંતુ તેની પુત્રી ઈરા ખાન છે.ઈરા ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.ક્યારેક તે નુપુર શિખરે સાથેની તસવીર શેર કરીને ટ્રોલ થાય છે તો ક્યારેક બિકીની પહેરીને ટ્રોલ થાય છે.પરંતુ આ દરમિયાન ઈરાની એક નવી તસવીર સામે આવી છે, જેને જોયા બાદ તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
આમિર ખાનની દીકરી ઈરા ખાનની એક તસવીર હાલમાં જ સામે આવી છે.આ તસવીરમાં ઈરા ખાન તેની માતા રીના દત્તા સાથે જોવા મળી રહી છે.આ તસવીરમાં ઈરા ખાન તેની માતાને કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે.ઈરા અને રીના દત્તાની આ તસવીર સોશિયલ પર ખૂબ વાયરલ થઈ રહી છે.ઈરા ખાનની આ તસવીરના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે રીના દત્તા બોલિવૂડ એક્ટર આમિર ખાનની પહેલી પત્ની છે. રીના દત્તા અને બોલિવૂડ એક્ટર આમિર ખાનના લગ્ન વર્ષ 1986માં થયા હતા.પરંતુ તેમના લગ્ન થોડા વર્ષો પછી તૂટી ગયા.રીના અને આમિર ખાને વર્ષ 2002માં છૂટાછેડા લીધા હતા.આમિર ખાન અને રીના દત્તાને બે બાળકો છે.પુત્રનું નામ જુનૈદ અને પુત્રીનું નામ ઈરા ખાન છે.