આ એવી રેસિપી છે જેને તમે લંચબોક્સમાં પણ લઈ શકો છો. જે તમારી ભૂખ સંતોષવા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. જેની સાથે તમે ચા – કોફી કે વિવિધ પ્રકારની ચટણી કે સોસની મજા માણી શકો છો, અને તમારા સ્વાદ ને પણ વધારી શકો છો. આલુ પરાઠા એ હેલ્ધી નાસ્તો છે જેને તમે કોઈપણ સમયે ખાઈને એનર્જી મેળવી શકો છો.
આલુ મટર પરાઠા-
બનાવવાની સામગ્રી- 1 કપ મેંદો, 6 નંગ લીલા મરચાં, 1 કપ ઘઉંનો લોટ, 250 ગ્રામ બાફેલા બટાકા, 100 ગ્રામ બાફેલા વટાણા, આદુનો ટુકડો, થોડી કાચી વળીયાળી, થોડા આખા ધાણા, 1 ટી સ્પૂન હળદર, 1 ટી.સ્પૂન ધાણાજીરું, 1 ટી.સ્પૂન ખાંડ, 1 આખું લીંબુ, થોડી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, એક કપ માખણ.
બનાવવાની રીત-સૌપ્રથમ બાફેલા બટાકા અને બાફેલા વટાણાને મિક્સ કરીને મેશ કરી લેવા. ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો, હળદર નાખવી, આખા ધાણા અધકચરાં ક્રશ કરીને ઉમેરવા, આદુ-મરચાને પણ અધકચરા ક્રશ કરીને નાખવા, આ બધી વસ્તુ ને સરખી રીતે મિક્ષ કરી લેવું.
આ મિશ્રણના નાના નાના લૂઆ કરી લેવા. લોટ થોડો ઢીલો રહે રીતે લોટની કણક બાંધો. ત્યાર પછી લોટમાં આ મિશ્રણના લુઆ મૂકીને વણી લેવા. આ પરાઠાને ઘી કે માખણ માં શેલો ફ્રાય કરો. હવે પરાઠાને ચટણી, બટર અને સોસ સાથે સર્વ કરો.