આજકાલ ઘણા લોકોને હંમેશા માટે શરદી ઉધરસ રહેતી હોય છે. જેના કારણે ખુબ જ પરેશાન રહે છે. આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી ઘણા ફાયદા મકે છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ ના ફાયદા…
અમે વાત કરી રહ્યા છીએ આદું. આદુ એક પ્રકાર ની ઔષધિ છે. આદુને મોટાભાગે મસાલાના રૂપમાં ઉપીયોગ માં લેવામાં આવતું હોય છે. આદું ના સેવન થી ઘણી સમસ્યા માંથી રાહત મળી શકે છે. આદું ના સેવનથી શરદી કે ઉધરસ જ નહિ પરંતુ માઈગ્રેન જેવી સમસ્યા પણ દુર થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ આદુંના સેવનથી ક્યાં ક્યાં ફાયદા થાય છે.
માઈગ્રેન માં આરામ અપાવે છે આદું : માઈગ્રેન ની સમસ્યા માં એક લીંબુ ના રસ માં અડધી ચમચી આદું નો રસ મિક્ષ કરીને પીવાથી ઘણો લાભ થાય છે. આદુંનું પાણી પીવાથી બ્રેન સેલ્સ રિલેક્સ થાય છે, તેનાથી માથાના દુઃખાવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.
કેન્સરથી બચવા માટે :- આદુ માં એન્ટી કેન્સર પ્રોપર્ટી મળી આવે છે, તેનું પાણી પીવા થી ફેફસા, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્, સ્કિન અને પેન્ક્રીએટીક કેન્સર થી બચાવે છે.
ગેસ માં રાહત અપાવે છે આદું : આદું મોટા આતરડા માં રહેલા બેક્ટેરિયા ને વધવાથી રોકે છે, જેનાથી ગેસ માં રાહત મળે છે.
આદું કરે છે બ્લડ શુગર લેવલ ને કંટ્રોલ : આદું મુખ્ય રીતે લોહી માં શર્કરા ના સ્તર ને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસ થી આપણા શરીર ના મુખ્ય અંગ પ્રભાવિત થાય છે, એવામાં આદું નો રસ ખુબ જ ફાયદાકારક છે.
સાંધા નો દુખાવો અને સોજા માં આરામ અપાવે છે આદું : તાજું આદું પીસી ને દુખાવો થતો હોય તે સાંધા અને મસલ્સ પર લેપ લગાવવા થી સોજો અને દુખાવો બંને માં આરામ મળે છે. લેપ જો ગરમ કરીને લગાવવામાં આવે તો જલ્દી અસર થાય છે.
વાળ માટે :- 2 ચમચી આદુના રસમાં 2 ચમચી પાણી અને 1 ચમચી નારિયેળ તેલ મિક્સ કરીને સ્કેલ્પમાં લગાવવાથી વાળ સારા બને છે. ડેન્ડ્રફ દૂર થાય છે. વાળ ખરતાં અટકે છે.
વધારે છે રોગપ્રતિકારક શક્તિ :- આદુ નું પાણી પીવાથી શરીર માં રોગ પ્રતિ કારક શક્તિ પણ વધે છે. તેનાથી શરદી- ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શન નો ખતરો પણ રહેતો નથી.
પાચનતંત્ર સુધારે છે આદું : આદું પાચન કરવાનું કામ કરે છે, પરંતુ ઉનાળા માં એનું વધારે પડતું સેવન ન કરવું, કારણ કે એની તાસીર ગરમ હોય છે એટલે આદું શરીર માં ગરમી વધારે છે. આદુનું પાણી બોડી માં ડાઈજેસ્ટિવ જ્યુસ ને વધારે છે. તેમાં ખોરાક ને પાચન થવામાં ખુબ જ મદદ મળે છે.
શરદી, ઉધરસ અને કફમાં આરામ આપે છે આદું : આદું ની ચા શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો અને છાતી ના દુખાવા ને દુર કરે છે.