ગુજરાતીઓના ઘરમાં મોટાભાગે કાયમ ઢોકળા બનાતા હોય છે. પણ શું તમે ક્યારેય ઢીલી ઢોકળા નહિ ખાધા હોય તો, આજે જાણી લો એની ખાસ રીતે અને બનાવો સીંગતેલમાં ઢોકળા.
ચીલી ઢોકળા બનાવવા માટેની સામગ્રી –2 ટેબલસ્પૂન લીલી ડુંગળી, 1 કપ સમારેલી સૂકી ડુંગળી, 2 ટેબ.સ્પૂન કોર્ન ફ્લોર, 2 ટેબ.સ્પૂન મેંદો, 1 કેપ્સિકમ, 2-3 કળી લસણ, 1 લીલું મરચું, અડધી ચમચી સોડા, તળવા માટે સીંગતેલ, 2 ટેબલ સ્પૂન ચીલી સોસ, 1 નાનો ટુકડો આદુ, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલ સ્પૂન ટોમેટો સોસ,
એક બાઉલ ખીરુ ( જેના માટે 3 વાટકી ચોખા, એક વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ 3 થી 4 કલાક પલાળેલી )
બનાવવાની રીત-સૌથી પહેલા બધી દાળને મિક્સરમાં વાટી લેવી, એમાં સોડા મિક્સ કરી લેવો ત્યારબાદ એમાં એક ટેબલસ્પૂન સિંગતેલ મિક્ષ કરવું. એક થાળી લેવી અને સીંગતેલ ની મદદથી ગ્રીસ કરી લેવી. એમાં ખીરું પાથરી દેવું. ત્યારબાદ સ્ટીમરમાં પ્લેટને મૂકીને સાત મિનિટ સુધી બફાવા દેવું.
ત્યાર બાદ થાળીને ઠંડી થવા માટે રાખવી. ઠંડુ થયા બાદ તેના ટુકડા કરી લેવા. એની બાજુ પર રાખીને બીજા એક વાસણમાં કોર્નફ્લોર, મેંદો અને પાણીને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી.
એક પેન ગરમ કરી એમાં સિંગ તેલ ગરમ કરવું. હવે એક એક ઢોકળાને ટુકડાને ટેસ્ટ માં ડુબાડી ને જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તેલમાં તળવા. હવે ફરીથી એક પણ લેવી એમાં બે ચમચી સીંગતેલ લેવું, તેમાં લીલા મરચા, આદુ, લસણ ડુંગળી નાખવા.
ત્યારબાદ ચીલી સોસ, ટોમેટો સોસ અને સોયા સૉસ મિક્સ કરવો. સ્વાદમુજબ મીઠુ ઉમેરો. એમાં તળેલા ઢોકળા મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને મિક્સ કરવું. થોડીવાર શેકાઈ ગયા બાદ એને પ્લેટમાં કાઢીને લીલી ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરવું.