આ વખતે હોળી પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ.. જાણો આ વર્ષે કેટલો ખાસ હશે હોળીનો તહેવાર..

આધ્યાત્મિક

રંગોનો તહેવાર હોળી થોડા જ દિવસોમાં આવવાનો છે. બધા લોકો હોળીની એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમના રોજ દર વર્ષે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે અને આગળના દિવસે રંગવાળી હોળી પણ રમવામાં આવે છે.

આ વર્ષે ૨૮ માર્ચના રોજ ધૂળેટી મનાવવામાં આવશે, જ્યારે ૨૯ માર્ચે સવારે રંગ વાળી હોળી રમવામાં આવશે. આ વર્ષે હોળીનો તહેવાર અન્ય કારણોથી ખાસ રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે હોળી પર ૪૯૯ વર્ષ પછી ગ્રહોનો અદ્દભુત સંયોગ બની રહ્યો છે. હોળી પર બની રહેલો આ વિશેષ સંયોગ, તિથિ, હોળાષ્ટક અને શુભ મુહૂર્ત છે ખુબ જ ખાસ, તો ચાલો જાની લઈએ એના વિશે વિસ્તારથી…

બની રહ્યો છે અદ્ભુત સંયોગ :- જ્યોતિષો મુજબ હોળી પર ચંદ્રમા કન્યા રાશિમાં રહેવાનો છે, જ્યારે બૃહસ્પતિ અને ન્યાય દેવ શનિ પોત-પોતાની રાશિઓમાં જ રહેશે. જ્યોતિષ મુજબ, ગ્રહોનો એવો મહાસંયોગ વર્ષ ૧૫૨૧ માં પણ બન્યો હતો. ૪૯૯ વર્ષ પછી એકવાર ફરીથી હોળી પર આવો અદ્ભુત મહાસંયોગ બનશે.

હોળી પર આ મહાસંયોગ :- રંગ અને ઉત્સાહના આ તહેવાર હોળીમાં આ વર્ષે બે ખાસ મહાસંયોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ જાણકારો મુજબ હોળી પર આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહેશે. આ બંને યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શુભ મુહૂર્ત :- હોલિકા દહન ૨૮ માર્ચના રોજ રવિવારે મનાવવામાં આવશે. આ દિવસે સાંજે ૦૬:૩૬ વાગ્યાથી લઇને ૮:56 વાગ્યા સુધી હોલિકા દહનનું મુહૂર્ત નક્કી કરવામાં આવી રહ્યું છે. એટલે કે તેની કુલ સમયમર્યાદા ૦૨ કલાક અને ૧૯ મિનિટ સુધી રહેશે. પૂનમની તિથિ ૨૮ માર્ચના રોજ સવારે લગભગ સાડા ત્રણ કલાકથી ૨૯ માર્ચની રાત્રે લગભગ સવા બાર વાગ્યા સુધી શુભ મુર્હુત રહેશે.

હોળીનો ઇતિહાસ :- હોળી નું વર્ણન ઘણા સમય પહેલા થી જ આપણને જોવા મળે છે. પ્રાચીન સમયની રાજધાની હમ્પી માં ૧૬ મી શતાબ્દી નું ચિત્ર જોવા મળ્યું છે, જેમાં હોળી ના તહેવારને કોતરવામાં આવ્યું છે. તેમજ વિવિધ પર્વતોની જોડે રામગઢ માં મળેલા એક ઈસા થી ૩૦૦ વર્ષ જૂના અભિલેખ માં પણ હોળીનો ઉલ્લેખ જોવા મળે છે.

હિન્દૂ ધર્મમાં હોળીના દિવસથી આઠ દિવસ પહેલા તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ એટલે કે અશુભ લાગી જાય છે.. આ સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. ફાગણ સુદ અષ્ટમીથી હોળિકા દહન સુધીનો સમય હોળાષ્ટક રહે છે.. આ વખતે હોલિકા દહન ૨૯ માર્ચના રોજ થશે, એટલા માટે હોળાષ્ટક ૨૨ માર્ચથી ૨૮ માર્ચ સુધી રહેશે. હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે, પરંતુ જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલ બધા કામ કરી શકાય છે.