વ્યક્તિના જીવનમાં ઉતાર- ચઢાવ આવ્યા જ કરે છે, જે ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. સમય ની સાથે સાથે મનુષ્ય ના જીવનમાં સારા અને ખરાબ સમય આવતા રહે છે. ગ્રહ નક્ષત્રોની ચાલ પ્રમાણે જ વ્યક્તિ ને પોતાના જીવનમાં સારો કે ખરાબ સમય નો સામનો કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષની જન્મકુંડળીના આધારે તેમના ભવિષ્ય મુજબ જીવનની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. જ્યોતિષનું માનવામાં આવે તો જ્યાં કોઈ રાશિઓની વચ્ચે વૈવાહિક સબંધ નથી બેસતો તો અમુક રાશિઓની જોડીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જ્યોતિષનું માનીએ તો એવી રાશિઓની જોડીઓ છે જે સ્વર્ગમાંથી બનીને આવે છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મેષ – ધન :- આ બંને એવી રાશિ છે, જે બંને વચ્ચે ખુબ જ આકર્ષણ હોય છે. જો આ બંને રાશિના જાતકો એકબીજાના પ્રેમમાં પડે તો પછી તેમને કોઈ પણ અલગ કરી શકતું નથી. આ બંને વચ્ચે સારી સમજ અને તાલમેલ પણ ખુબ જ સારો હોય છે. મેશ રાશિના લોકોનો શાંત સ્વભાવને કારણે આ કપલમાં ત્યારે ઝઘડા થતા નથી, એટલે કે ઝઘડા થવાની સંભાવનાઓ ખૂબ ઓછી રહે છે. જ્યારે અમુક મુદ્દાઓ પર દલીલ કરવી હોય, ફરવા જવું હોય કે પછી કોઈ બીજી વાત હોય, આ બધી વાતમાં તે એકબીજાને ઘણો સાથ આપે છે.
વૃશ્ચિક – તુલા :- તુલા અને વૃશ્ચિક રાશિના લોકો વચ્ચે પણ ઘણો પ્રેમ જોવા મળે છે. જ્યારે તેમના સફળ સંબંધ પાછળનું કારણ એવું છે કે એક તરફ તુલા રાશિના લોકો એવી ઇચ્છા રાખતા હોય છે કે તેમનો પાર્ટનર દરેક વસ્તુ માટે એમના પર નિર્ભર રહે. આ બાજુ વૃશ્ચિક રાશિના જાતકોની એવી ઇચ્છા હોય છે કે તેમનો પાર્ટનર તેમની દરેક વાતનું ધ્યાન રાખે. જ્યારે આ બંને સાથે રહે છે તો તેમને બીજા કોઈની જરૂર રહેતી નથી.
મિથુન અને કુંભ :- મિથુન અને કુંભ રાશિઓ એકબીજાને ઘણો સારો સાથ આપે છે. આ બંને રાશિના જાતકો વચ્ચે ચુંબકીય આકર્ષણ હોય છે. જ્યારે મિથુન રાશિના લોકોનો સ્વભાવ ખુબ જ ચંચળ પ્રકૃતિના હોય છે, અને કુંભ રાશિના જાતકો એકદમ શાંત સ્વભાવના છે. તેમની વચ્ચે પરસ્પર પ્રેમ એટલો વધારે હોય છે કે ઘણીવાર બીજા લોકોને પણ તેમની ઈર્ષા થઈ જાય છે.
તુલા અને કર્ક :- જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલા અને કર્ક રાશિના જાતકો એકબીજાથી જલ્દી આકર્ષિત થાય છે. આ બંને એકબીજાના પર્યાય હોય છે. જ્યારે આ બંને રાશિઓ એવી છે કે જે પોતાના પાર્ટનરને પોતાનાથી વધારે શ્રેષ્ઠ જોવા ઈચ્છે છે. આ બંને જુદા સ્વભાવના હોવા છતાં પણ તે બંને એકબીજાને સારી રીતે જાણે-સમજે છે. જ્યારે આ બંને રાશિના જાતકો મળે છે તો તેમની વચ્ચેનો સંબંધ તેમના માટે ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થાય છે.
વૃશ્ચિક અને કન્યા :- વૃશ્ચિક અને કન્યા રાશિના જાતકોના લગ્ન પછી પરસ્પર સંબંધોમાં પણ ઘણો નિખાર આવે છે. આ બે રાશિઓના જાતક પણ એકબીજાથી ઘણા પુરક છે. આ બંને રાશિના લોકો વચ્ચે પ્રેમ ખુબ જ ઊંડો હોય છે જેના કારણે બીજા લોકો પણ તેમના જેવા મધુર સંબંધ બનાવવા માટે તરસી જાય છે. જ્યોતિષ મુજબ જોઈએ તો આ બે રાશિઓની જોડી સ્વર્ગમાં થી બનીને આવી હોય એવું જ લાગે છે. સામાન્ય રીતે તો જ્યોતિષ મુજબ આ એકમાત્ર એવી જોડી છે કે જેઓ વાસ્તવિક જીવન અને વ્યવહારિકતા સાથે એકબીજાનો સાથ નિભાવે છે.
મીન અને કર્ક :- મીન અને કર્ક રાશિનાં લોકોના વિચારો ખૂબ જ સારા હોય છે. આ બંને રાશિના જાતકો વચ્ચે પ્રેમસંબંધ પણ ઘણો સારો હોય છે એટલે કે વ્યક્તિગત રીતે આ બંને ઘણાં ભાવુક હોય છે અને સાથે તેમનું સેન્સ પાવર પણ સારૂ હોય છે. તેવામાં તેમની આ સમાનતાઓના કારણે તેઓ એકબીજાથી ખુબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. તેમની વચ્ચે ખૂબ જ મનમેળ હોય છે.