મોબાઈલ ચાર્જ કરવા ઇલેક્ટ્રિસિટી ઓફિસ જાય છે –
આમ તો ઘણી વાર વીજળીના તાર પર લંગર મૂકીને પણ વીજળી ચોરી કરવાની ઘટનાઓ દેશમાં સામે આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ વ્યક્તિ પોતાના અંગત કામ માટે વીજચોરીના બદલે ખુલ્લેઆમ ઇલેક્ટ્રિસિટી ઓફિસ જાય છે અને મફત વીજળી નો ઉપયોગ કરે છે. આ કોઈ ફિલ્મનો સીન નથી, પરંતુ આ હકીકત છે. જે કર્ણાટકના એક ખેડૂતનું સત્ય છે. આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
કર્મચારીઓને પણ જાણ હતી –
કર્ણાટકના શિવમોગા જિલ્લાના ખેડૂત એમ હનુમનથપ્પા તેમની દૈનિક વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, પોતાના ઘરની નજીક આવેલ ઈલેક્ટ્રીસિટી સપ્લાય કંપનીની ઓફિસ ની મુલાકાત લે છે. હકીકતમા હનુમાનથપ્પા ત્યાંની વીજળીનો ઉપયોગ રસોડામાં વપરાતા મસાલાને પીસવા માટે કરે છે. સાથે સાથે તે ઓફિસમાં જ પોતાનો ફોન પણ ચાર્જ કરતો હતો. આવું એક બે અઠવાડિયા માટે નહિ, પરંતુ દસ મહિના સુધી ચાલતું હતું.
ખેડૂતે જણાવ્યું એનું કારણ –
અહેવાલ પ્રમાણે હનુમાન થપ્પાએ ઘરમાં વીજળી કનેક્શન માટે અરજી કરી હતી. પરંતુ અનેક રિમાઇન્ડર આપવા છતાં વીજળી મળી નહોતી, માટે તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે વીજળી વિભાગના અધિકારીને કહ્યું કે, ” બસ થયું, હવે ખાતરીથી કંઈ નહીં થાય, હવે તમે જવાબ આપો કે હું ક્યાં જાઉં અને મારા મસાલાને રસોઈ માટે ગ્રાઈન્ડ કરુ અને ફોન પણ કેવી રીતે ચાર્જ કરું ? ” આ પછી તેમને જવાબ મળ્યો કે, MESCOM ઓફિસમાં જઇને તમારા મસાલા દળી લો. જોકે આ વાત મજાકમાં કરવામાં આવી હતી, પરંતુ હનુમાનથપ્પા એ તેને ગંભીરતાથી લીધી. ત્યારે જ તે ઘરેથી સીધો સામાન લઈને ની ઓફિસ પહોંચ્યા અને ત્યાં કોઈએ તેને મસાલા દળવાથી કે ફોન ચાર્જ કરવાથી રોક્યો નહિ. મહિના પછી તેમણે આ કામને પોતાની દિનચર્યાનો ભાગ બનાવી લીધો.
ધારાસભ્ય સાથે પણ વાતચીત કરી –
હનુમનથપ્પાએ જણાવ્યું કે, તેમણે પોતાની સમસ્યા સ્થાનિક ધારાસભ્યને પણ જણાવી હતી. પરંતુ તો પણ વીજળી પહોંચી નહીં. આ મામલો એટલો ફેલાઈ ગયો કે આ પછી વીજ વિભાગના 10 જેટલા જુનિયર કર્મચારીઓને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો. વીજળી વિભાગે જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર હનુમનથપ્પા ના ઘરે નવી વીજ લાઇન જોડવામાં આવશે. આ સાથે જ વીજચોરીનો આ અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પછી હનુમનથપ્પા એ ત્યાં જઈને મસાલા દળવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હજુ સુધી તેમના ઘરે વીજળી પહોંચી નથી.