આ જગ્યા પર મહિલાઓ ફ્રેશ દેખાવા કરે છે આવા અનોખા કામ, જ્યાં મહિલાઓ જીવનમાં ફક્ત એક જ વાર કરે છે સ્નાન…

સહિયર

ઘણી વાર ગરમીને કારણે ખોપરી ઉપરની ચામડી ચીકણી અને રૂક્ષ તેમજ ચીકણી બની જાય છે છે. જેના કારણે સ્નાન કરવું જરૂરી છે. અતિશય સૂર્યપ્રકાશ, ધૂળ શરીર પર લાગવાથી શરીર ચીકણું થઇ જાય છે. ઘણા લોકો ખંજવાળને દૂર કરવા માટે પણ સ્નાન કરતા હોય છે.

સ્નાન કરવાથી તનાવ દુર થઇ જાય છે અને ઊંઘ પણ સારી આવી જાય છે. સ્નાન કર્યા પછી, શરીરને સ્વચ્છ ટુવાલથી સાફ કરવામાં આવે તો જ શરીરમાં આરામ મળે છે. એટલા માટે સ્નાન કરવું ખુબજ જરૂરી છે, પરંતુ એક એવી જનજાતિના લોકો છે, જે આખી જીંદગીમાં ફક્ત એક જ વાર સ્નાન કરે છે..

સામાન્ય રીતે વિશ્વમાં આમ તો અનેક પ્રકારની જાનજાતિના લોકો રહે છે. જેમાં દરેક લોકોની રહેણી કહેણી એકદમ જુદી જ હોય છે, પણ આજે અમે તમને જંગલોમાં રહેતા અમુક જનજાતિના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમની પરંપરા આપણાથી એકદમ અલગ જ છે.

તેઓની જીવન જીવવાની પોતાની અનેક વિચિત્ર રીતો છે, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. દુનિયામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં મહિલાઓ આખી જિંદગીમાં ફક્ત એક જ વાર સ્નાન કરે છે.

તેઓ સ્નાન વગર પણ પોતાને ફ્રેશ રાખે છે. આ પાછળનું રહસ્ય પણ ખાસ છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે, તો ચાલો જાણી લઈએ એના વિશે.. આ જગ્યા આફ્રિકાના ઉત્તર-પશ્ચિમ નમિબીઆના કુનાન પ્રાંતમાં આવેલી છે.

જ્યાં રહેતી હિમ્બા જાતિની મહિલાઓ ફક્ત એક જ વાર સ્નાન કરે છે, જયારે તેમના લગ્ન થાય છે તે દિવસે જ તે સ્નાન કરે છે. ત્યાની મહિલાઓને પાણીનો ઉપયોગ કરવાની બિલકુલ મંજૂરી હોતી નથી. તેમને કપડા ધોવા માટે પણ પ્રતિબંધ હોય છે.

તેઓ પોતાને ફ્રેશ રાખવા માટે એક જુદી જ રીત અપનાવે છે, જેના કારણે ત્યાની મહિલાઓની ત્વચા ઘણી લાલ થઈ ગઈ છે. આ મહિલાઓ હિમ્બા આદિજાતિની છે, જે પાણીમાં અમુક પ્રકારની ઓષધિઓ ઉકાળી રાખે છે અને તેનો ધૂમાડો કરે છે, જેનાથી તે મહિલાઓ તેમના શરીરને ફ્રેશ રાખવાનો પ્રયત્ન કરે છે.

જેના લીધે સ્નાન ન કરવા છતાં પણ, તે તાજી અને ફ્રેશ મહેસુસ કરે છે અને એ ધુમાડાથી ઘણા પ્રકારના બેક્ટેરિયાથી પણ સુરક્ષા મળી રહે છે. ત્યાં રહેતી મહિલાઓ તેમના શરીર પર કોઈ એક પ્રકારનું લોશન પણ લગાવતી હોય છે, જે ત્યાની મહિલાઓને સ્નાન કર્યા વગર પણ સુંદર રાખવામાં મદદ કરે છે.