૪૧-૫૦ની ઉંમર પછી માસિક બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવામાં આવે છે, જાણો…

જાણવા જેવું

40 ની ઊંમરની નજીક પહોંચતા જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિષેષ ધ્યાન રાખવું જોઈએ. ભારતમાં 41 થી 50 વર્ષની ઊંમર ની વચ્ચે મહિલાઓના માસિક ચક્રનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. મહિલાઓમાં 40 થી 50 વર્ષની ઊંમરમાં જ્યારે પણ મેનોપોઝ મતલબ રજોનિવૃત્તિ થાય છે. સાધારણ ભાષામાં જ્યારે મહિલાઓ ના પીરિયડ્સ આવતા બંધ થઈ જાય છે. તેને મેનોપોઝ કહેવાય છે. જ્યારે મેનોપોઝ થાય છે ત્યારે મહિલાઓ માં કેટલીય શારીરીક કે માનસિક બદલાવ થાય છે. મેનોપોઝ દરમિયાન કોઈપણ શારિરીક તકલીફને નજરઅંદાજ ન કરવી જોઈએ..

આવી રીતે થાય છે. મેનોપોઝની શરૂઆત – મહિલાઓમાં 40ની ઊંમર પછી લગભગ એક વર્ષ સુધી માસિક ધર્મ ન આવે તો મેનોપોઝની અવસ્થા માનવામાં આવે છે. મેનોપોઝમાં માસિક ધર્મ ધીરે-ધીરે ઓછો થવા લાગે છે. પછી એક-બે વર્ષની અંદર સદંતર બંધ થઈ જાય છે. તેનું કારણ શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનની માત્રાનુ ઓછુ થવુ છે. મેનોપોઝની સ્થિતિમાં મહિલાઓને ઘબરાવવાની જરૂરીયાત નથી.

મેનોપોઝની સમસ્યાઓ : જ્યારે મહિલાઓ માં મેનોપોઝની સમસ્યા થાય છે ત્યારે તણાવ, ઉદાસી, બેચૈની, ઘબરાહટ, ભ્રમ, ચિડચિડાપન, દુવિધાની સ્થિતિ, અનિંદ્રા અને ગુસ્સો આવવો જેવા લક્ષણો થાય છે. તેમાં મહિલાઓને વધુ ગરમી લાગવી, બુફારે આવવુ, યુરિનમાં જલન થાય, જનનાંગમાં સંક્રમણ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

સાવધાની રાખો : મેનોપોઝની પ્રક્રિયા દરમિયાન મહિલાઓ ખાંડ કે ગળ્યો પદાર્થ ઓછા ખાવા જોઈએ. ગળ્યુ ખાવાને કારણે હાડકાઓમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. બીપી, થાયરોઈડ, મધુમેહ વજન, પૈપસ્મીયર, મૈમોગ્રાફીની તપાસ જરૂરી છે. મેનોપોઝ દરમિયાન જનનાંગની સફાઈનું વિષેષ ધ્યાન રાખવું તે દરમિયાન સંક્રમણનો ખતરો રહે છે.

સંક્રમણ થવા પર તેનાથી ક્રિમ અને એન્ટિબાયોટિક દવાઓ ચાલે છે જેનાથી આરામ મળે છે. જનનાંગમાં સંક્રમણ થાય ત્યારે પાણી વધુમાં વધુ પીવું જોઈએ. ગુવાર, ભીંડો, બટેકા, વટાણા, ચણા અને કોબીજ ન ખાવા જોઈએ. મસાલેદાર અને ચટપટુ ભોજન ખાવાથી બચવું જોઈએ. દારૂ, સિગરેટ, ચા, કોફી પણ ન પીવા જોઈએ. ગરમ પાણીમાં નહોવું જોઈએ. અને બને તેટલો સ્ટ્રેસ ન લેવો જોઈએ.

આ વાતોનું ધ્યાન રાખવું. :- નિયમિત ખાનપાનમાં ગાજર, પાલક, ટમાટર, આમળા, પોપૈયો અને અખરોટ લેવા જોઈએ. મહિલાઓને સોયાબીન વધુ ખાવા જોઈએ. નિયમિત વ્યાયામની સાથે હરવું ફરવું જોઈએ. પોતાને વ્યસ્ત રાખો, યોગની સાથે ધ્યાન લગાવવું જોઈએ. પ્રાણાયામ કરવા જોઈએ. તણાવથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ વસ્તુની ચિંતા ન કરવી જોઈએ.