આખો દિવસ બ્રા પહેરી રાખવાથી થાય છે આ ૬ સાઈડ ઈફેક્ટ… જરૂર જાણો

સહિયર

ઘણાને બ્રા વગર કન્ફર્ટેબલ નથી લાગતું. દરેક સ્ત્રી તેના આકૃતિ અને સુંદરતા વિશે ચિંતિત હોય છે, કારણ કે આજનો પોશાક અને ખોરાક કંઈક એવું જ છે.  આખો દિવસ બ્રા પહેરી રાખવાથી સ્તન પર સંકોડાઈ જાય છે, તથા તેમાં લોહીનો સંચાર પણ રોકાઈ જાય છે. આજના અન્ડરગર્મેન્ટ્સ પણ શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આખો દિવસ એટલે કે ૨૪ કલાક બ્રા પહેર્યા પછી પણ ઘણું નુકસાન થઈ શકે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એની તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે? ચોવીસ કલાક બ્રા પહેરવાથી ત્વચા શ્વાસ જ નથી લઇ શકતી અને એનાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા ઉભી થઇ જાય છે.. ઘરે આવીને થોડી વાર બ્રા ઉતારીને તમે રાહત મહેસુસ કરશો. આખો દિવસ બ્રા પહેરી રાખવાથી ત્વચા પર નિશાન પણ પડી જાય છે. આખો દિવસ બ્રા પહેરવાથી થાય છે આ ૬ સાઈડ ઈફેક્ટ… તો ચાલો જાણી લઈએ..

બ્રેસ્ટ પેન :- જે મહિલાઓ આખો દિવસ ટાઈટ બ્રા પહેરી રાખે છે એને સ્તનોમાં દુ:ખાવો થાય છે. જો તમે પણ ખોટી સાઈઝની બ્રા પહેરો છો તો આ સમસ્યા આવી શકે છે. તેનો સારામાં સારો ઉપાય એ છે કે, યોગ્ય સાઈઝની બ્રા પહેરવી જોઈએ તથા રાતના સમયે બ્રા ઉતારીને સુવું જોઈએ.

લોહીનો સંચાર રોકી દેવો :- ચોવીસ કલાક બ્રા પહેરવાના કારણે સ્તનમાં લોહીનો પ્રવાહ સારી રીતે થતો નથી. એટલા માટે સ્પોર્ટ્સ બ્રા સૌથી સારી માનવામાં આવે છે. પણ જો ટાઈટ બ્રા પહેરો છો તો આવી સમસ્યા આવી શકે છે. થોડી ઢીલી બ્રા પહેરો અને રાતના સમયે તેને ઉતારી દેવી.

પીઠમાં દુખાવો :- બ્રા ને ચોવીસ કલાક પહેરી રાખવાના કારણે પીઠ તથા કમરમાં ખૂબ જ દુખાવો થાય છે. કારણ કે, રબરના કારણે પાછળનો ભાગ માં સમસ્યા થાય છે અને ત્યાં દબાણ આવે છે. ખાસ કરીને તે મહિલાઓ ને જે નાની સાઈજ અને ખુબ જ ટાઈટ બ્રા પહેરે છે.

સ્કિન ઈરીટેસન :- ૨૪ કલાક બ્રા પહેરવાથી તમને સ્કિન ની સમસ્યા થઇ શકે છે. ક્યારેક ખંજવાળ, ક્યારેક બળતરા, ક્યારેક દુખાવો થવાના એના લક્ષણ છે.

હાઈપરપીગમેન્ટેશન :- ચોવીસ કલાક બ્રા પહેરનારી મહિલાઓ ને હાઈપરપીગમેન્ટેશન ની સમસ્યા થવાનું જોખમ રહે છે.

સ્તનમાં ફંગસ ફેલાવવાની સમસ્યા :- ખોટી સાઈઝની બ્રાની પહેરવાથી સ્તન લટકી જાય છે. સ્તનમાં ઢીલાશ આવી જતાં બ્રા નું ફિટીંગ પણ નથી આવતું. ફગસની સમસ્યા,લાંબા સમય સુધી સતત બ્રા પહેરી રહેવાથી બ્રાની પટ્ટીના કિનાર પર માશ્ચરાઈજર વધવા લાગે છે.  એટલા માટે બ્રા પહેરી રાખવાથી હંમેશા મોઈશ્ચર બની રહે છે. એવામાં ફંગસ ફેલાવવાની આશંકા પણ વધી જાય છે.