૨૦૨૧ નું વર્ષ આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવચેત, સમય રહેશે થોડો મુશ્કેલી વાળો, જાણો એના વિશે ખાસ વાતો.

રાશિફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવે છે તેના પર આપણા ગ્રહો અને નક્ષત્રોનો જ પ્રભાવ હોય છે. વર્ષ 2021માં રાહુ કેટલીક રાશિના જાતકો પર કૃપા કરશે અને કેટલાક લોકો માટે મુશ્કેલી ઉભી કરશે. 2021ની શરૂઆતમાં રાહુ મંગળના નક્ષત્ર મૃગશિરામાં રહેશે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપનો ગ્રહ માનવામાં આવે છે. પાપ ગ્રહ હોવા છતાં પણ રાહુ શુભ ફળ આપનારો સાબિત થાય છે. આ યોગમાં કોઈ શુભ કામ કરવામાં આવે તો વધુ સાવચેતી રાખવી જોઈએ. 27 જાન્યુઆરીએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી તેઓ આખું વર્ષ અહીં રોકાશે. રાહુ સૂર્ય નક્ષત્રમાં વર્ષના અંતે રોહિણીથી નીકળીને સૂર્યના નક્ષત્ર કૃતિકામાં બીરાજમાન થશે.

કેટલીક રાશિને રાહુ ધન સંબંધી હાનિ કરી શકે છે અને સાથે અન્ય કેટલીક ચીજોને પણ પ્રભાવિત કરી શકે છે. જો કે ખાસ કરીને 3 રાશિ પર રાહુનો વિશેષ પ્રભાવ નવા વર્ષે જોવા મળી શકે છે. જ્યોતિષીઓએ રાહુના કારણે સાવધાન રહેવાની પાંચ રાશિના જાતકોને ચેતવણી આપી છે. 2021નું આખુ વર્ષ આ પાચ રાશિના જાતકો માટે થોડુ મુશ્કેલ રહેશે કેમકે તેમના પર રાહુની વધારે અસર થશે. 2021માં વૃષભ, સિંહ, કન્યા, તુલા અને મકર પર રાહુની નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવિત થશે.

વૃષભ રાશિ :– વર્ષ 2021માં રાહુ તમારી કુંડળીમાં પહેલા સ્થાનમાં રહેશે. રાહુના મૃગશિરા નક્ષત્રમાં રહેવું તમારી માનસિક તાણ વધારશે. 2021માં મિત્રો અને નજીકના લોકો પર આંધળો વિશ્વાસ કરવાથી તમને મોટુ નુકસાન થશે. વિવાહિત જીવનમાં તાણ સતત રહી શકે છે. 27 જાન્યુઆરીએ જ્યારે રાહુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે પછી મોટા પ્રમાણમાં તમે કોઈપણ સમસ્યાથી છૂટકારો મેળવશો. ત્યાં સુધીનો સમય તમારો થોડો કપરો જશે.

મિથુન રાશિ :- મિથુન રાશિના જાતકો માટે રાહુનો ગોચર વધારે શુભ રહેશે નહીં. રાહુનો ગોચર તમારી રાશિના બારમાં ભાવમાં રહેશે. જ્યોતિષ અનુસાર 12મા ભાવમાં રાહુ એ વ્યય માનવામાં આવે છે. રાહુ તમારા ખર્ચમાં વધારો કરાવી શકે છે. અચાનક ધનની ખામી આવી શકે છે. સાવધાન રહેવાની જરૂર છે. આ સમયે જોખમ ઉઠાવવાથી બચો તે જરૂરી છે.

કન્યા રાશિ :- કન્યા રાશિ માટે નવમા સ્થાનમાં રાહુ બેસવાને કારણે તમારી મુશ્કેલીઓ વધશે. વર્ષની શરૂઆતમાં, રાહુ મૃગશિરા નક્ષત્રમાં રહેશે. તમારા માનમાં થોડો ઘટાડો થશે. પિતા સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. લાંબી મુસાફરી અશુભ રહેશે. તમારા ભાઈ-બહેનને મુશ્કેલી વેઠવી પડી શકે છે. 27 જાન્યુઆરીએ રાહુ રોહિણી નક્ષત્રમાં આવશે. આ પછી, ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.

સિંહ રાશિ :- રાહુ દસમા સ્થાનમાં બેસવાને કારણે સિંહ રાશિવાળાને નોકરી-ધંધામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં તણાવની સ્થિતિ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં રાહુ પ્રભાવિત કરી શકે છે. વિચારીને કોઈ પણ નિર્ણય લેવાય તો તે લાભદાયી રહેશે.  જાન્યુઆરીના અંતમાં, જ્યારે રાહુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશશે ત્યારે વેપારી વર્ગને રાહત મળી શકે છે. તે પછી તમારા ખર્ચમાં ઘટાડો થાય તેની સંભાવના ખૂબ ઓછી છે.

મકર રાશિ :- 2021માં રાહુ મકર રાશિથી પાંચમાં સ્થાનમાં રહેશે, જેના કારણે તમને પારાવાર મુશ્કેલીઓ ઘેરી લેશે. ઘર, પરિવાર અને દોસ્તોના મામલે મુશ્કેલીઓ વધી શકે છે. પ્રયત્ન કરવાથી તમારી આવક વધશે અને નાણાકીય સંકટ પણ દૂર થશે. સંતાન અંગે ચિંતા રહેશે. તેઓને તેમના શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડશે.