હિન્દૂ કૅલેન્ડર ના ઘણા તહેવારો ગુજરાતી કૅલેન્ડર પણ સૂચિબદ્ધ છે. ગુજરાતી કેલેન્ડર માં સ્થાનિક ગુજરાતી તહેવારો પણ સમાવેશ છે, જે કેવળ ગુજરાતી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને કારણે, સમગ્ર વિશ્વમાં એક વિશેષ ઓળખ છે. જ્યાં ઘણા ધર્મોના લોકો સાથે રહે છે. અહીં આખું વર્ષ તહેવારોથી ભરેલું છે અને લોકો એક બીજાના તહેવારોમાં ભાગ લે છે અને વિશ્વને એકતાનો સંદેશ આપે છે.
ભારત માં લગભગ તમામ ધર્મનાં લોકો નો વસવાટ હોવાના કારણે ત્યાં તહેવારો માં ખુબજ વિવિધતા જોવા મળે છે. આ બધા માથી હિન્દુ ધર્મ માં સૌથી વધુ તહેવાર મનાવવા માં આવે છે. અહીં અમે તમને વર્ષ 2021 માં આવતા તહેવારો વિશે સંપૂર્ણ માહિતી આપીશું, જેથી તમે પહેલાથી જ જાણી શકશો કે કયો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે. 2021 માં તહેવારોની સંપૂર્ણ સૂચિ જાણી લઈએ..
૧. જાન્યુઆરી :- લોહરી – 13 જાન્યુઆરી, બુધવાર….. પોંગલ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ – 14 જાન્યુઆરી, ગુરુવાર
૨. ફેબ્રુઆરી :- સરસ્વતી પૂજા, બસંત પંચમી – 16 ફેબ્રુઆરી, મંગળવાર…. હઝરત અલીનો જન્મદિવસ – 25 ફેબ્રુઆરી, ગુરુવાર
૩. માર્ચ :- મહા શિવરાત્રી – 11 માર્ચ, ગુરુવાર
- પારસી નવું વર્ષ – 20 માર્ચ, શનિવાર
- હોલિકા દહન – 28 માર્ચ, રવિવાર
- હોળી – 29 માર્ચ, સોમવાર
૪. એપ્રીલ :- ગૂડ ફ્રાઇડે – 2 એપ્રિલ, શુક્રવાર
- ઇસ્ટર – 4 એપ્રિલ, રવિવાર
- ચૈત્ર નવરાત્રી, ઉગાડી, ગુડી પડવો – 13 એપ્રિલ, મંગળવાર
- બૈસાખી, ચેટીચાંદ, આંબેડકર જયંતી – 14 એપ્રિલ, બુધવાર
- રામ નવમી – 21 એપ્રિલ, બુધવાર
- ચૈત્ર નવરાત્રી પારણા – 22 એપ્રિલ, ગુરુવાર
- હનુમાન જયંતિ – 27 એપ્રિલ, મંગળવાર
૫. મે :- ઇદ અલ-ફિત્ર – 13 મે, ગુરુવાર… અક્ષય તૃતીયા – 14 મે, શુક્રવાર
૬. જુલાઇ :- જગન્નાથ રથયાત્રા – 12 જુલાઈ, સોમવાર
- અષાઢી અગિયારસ – 20 જુલાઈ, મંગળવાર
- બકરી-ઈદ – 20 જુલાઈ – મંગળવાર
- ગુરુ પૂર્ણિમા – 24 જુલાઈ, શનિવાર
૭. ઓગસ્ટ :- હરિયાળી ત્રીજ- 11 ઓગસ્ટ, બુધવાર
- નાગ પંચમી – 13 ઓગસ્ટ, શુક્રવાર
- મુહરમ – 19 ઓગસ્ટ, ગુરુવાર
- ઓનમ / તિરુવનમ – 21 ઓગસ્ટ, શનિવાર
- રક્ષાબંધન – 22 ઓગસ્ટ, રવિવાર
- કજરી તીજ – 25 ઓગસ્ટ, બુધવાર
- જન્માષ્ટમી – 30 ઓગસ્ટ, સોમવાર
૮. સપ્ટેમ્બર :- હરતાલીકા તીજ – 9 સપ્ટેમ્બર ગુરુવાર
- ગણેશ ચતુર્થી – 10 સપ્ટેમ્બર, શુક્રવાર
- અનંત ચતુર્દશી – 19 સપ્ટેમ્બર, રવિવાર
૯. ઓક્ટોમ્બર :- શરદ નવરાત્રી – 7 ઓક્ટોબર, ગુરુવાર
- દુર્ગા અષ્ટમી – બુધવાર, 13 ઓક્ટોબર
- દુર્ગા મહા નવમી પૂજા – 14 ઓક્ટોબર, ગુરુવાર
- દશેરા, શરદ નવરાત્રી – 15 ઓક્ટોબર, શુક્રવાર
- ઈદ-એ-મિલાદ – મંગળવાર, 19 ઓક્ટોબર
- કરવ ચોથ – 24 ઓક્ટોબર, રવિવાર
૧૧. નવેમ્બર:- ધનતેરસ – 2 નવેમ્બર, મંગળવાર
- દિવાળી, નરક ચતુર્દશી – 4 નવેમ્બર, ગુરુવાર
- ગોવર્ધન પૂજા – 5 નવેમ્બર, શુક્રવાર
- ભાઈ બીજ- 6 નવેમ્બર, શનિવાર
- છઠ પૂજા – 10 નવેમ્બર, બુધવાર
- ગુરુ નાનક જયંતિ – 19 નવેમ્બર, શુક્રવાર
૧૨. ડિસેમ્બર :- ક્રિસમસ – 25 ડિસેમ્બર, શનિવાર