અહી મળે છે ફક્ત ૧૦-૧૫ રૂપિયે કિલો કાજુ, જાણો ક્યાં છે એ જગ્યા?, જાણીને તમને પણ લાગશે નવાઈ

જાણવા જેવું

કાજુ ખાવાથી શરીરની ઉર્જામાં વધારો થાય છે. કાજુને શરીરમાં એનર્જી વધારવા માટે સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાજુ અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. આજે કાજુ અને બદામ ના ભાવ ખુબ જ વધી ગયા છે. જેના કારણે કાજુનું સેવન દરેક લોકો નથી કરી શકતા.

સામાન્ય રીતે બજારમાં કિલો ગ્રામ કાજુની કિંમત ૮૦૦ રૂપિયા થી લઈને ૧૨૦૦ રૂપિયા પ્રતિકિલો સુધીની જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જ એક એવી જગ્યા છે જ્યાં કાજુ એકદમ સસ્તા ભાવે મળી રહ્યા છે. જે સાંભળીને જરૂર તમને થોડી નવાઈ લાગશે પરંતુ આ સત્ય હકીકત છે.

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં કાજુ ડુંગળી અને બટાકા કરતા પણ એકદમ સસ્તા મળે છે. અહીંયા કાજુની કિંમત માત્ર 10-20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો ચાલો જાણી લઈએ એ જગ્યા ક્યાં આવેલી છે, જેના વિશે જાણીને તમને જરૂર ઘણા વિચારો પણ આવશે અને નવાઈ લાગશે.

અમે જે જગ્યા ની વાત કરી રહ્યા છીએ તે દિલ્હીથી ૧૨૦૦ કિલોમીટર દૂર ઝારખંડના જામતાડા ના નાલામાં આવેલી છે. ત્યાં લગભગ ૪૯ એકડની અંદર કાજુના બગીચા બનાવેલા છે. આ બગીચા બ્લોક મુખ્યાલયથી લગભગ ૪ કિલોમીટર જેટલા દૂર છે.  આ બગીચાઓમાં દર વર્ષે હજારો ક્વિન્ટલ કાજુની ઉપજ થાય છે.

આ કાજુની દેખરેખ રાખવા વાળું કોઈ નથી જેના કારણે સ્થાનિક લોકો અને રસ્તે આવતા જતા લોકો તેને લઇ જાય છે. આસપાસની મહિલાઓ અને બાળકો કાજુના ફળને તોડીને ડુંગળી બટાકા કરતા પણ સસ્તા ભાવે ૧૦ થી ૨૦ રૂપિયના કિલો કાજુને વેચી નાખે છે.

જામતારાના પૂર્વ ડેપ્યુટી કમિશનર કૃપાનંદ ઝા ને કાજુ ખુબ જ પસંદ હતા. એમણે કાજુ નગર બનાવવાનું સપનું જોયું હતું. જેના માટે એમણે કાજુના વાવેતર કર્યું, જેથી તેઓ તાજા અને સસ્તા કાજુ ખાઈ શકે. તેમની પહેલ ઉપર નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને કાજુની દેખરેખ માટે ત્રણ લાખની ચુકવણી કરીને જવાબદારી સોંપવામાં આવી હતી.

એ પછી જ કાજુના બગીચાની હાલત ખરાબ થઇ ગઈ. અને એ પછી આ બગીચાઓ ઉપર સરકારી લોકોની આડી નજર પડેલી છે. સીઓએ આના માટે નવી રીતે શરૂઆત કરવાની વાત કરી છે. ત્યાં રહેતા લોકો તેના માટે વિસ્તારમાં કાજુ પ્રોસેસિંગ પ્લાંટ લગાવવાની માંગ પણ કરી રહ્યું છે.

ત્યાં રહેતા લોકો મુજબ ઘણીવાર વિધાનસભાની અંદર સરકારનું ધ્યાન કાજુ બગીચા તરફ લાવવામાં આવ્યું, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સાર્થક પહેલ કરવામાં નથી આવી. ઘણાં લોકોએ ત્યાં કાજુની ખેતી શરૂ કરી હતી, કાજુની ખેતીનો મોટો વિસ્તાર અને બગીચાઓ માંથી કાજુની ચોરી થવાના કારણે કાજુની કિંમત સાવ ઓછી છે.